મંકિપોક્સના નવા 3 લક્ષણો સામે આવ્યાં.

  • ભારતમાં ફેલાયો મંકિપોક્સ
  • હાલમાં દેશમાં 4 કેસ
  • મંકિપોક્સના 3 નવા લક્ષણો સામે આવ્યાં
  • ગુપ્તાંગમાં ચાંદા, મોંમા છાલા અથવા ઘાવ, મળાશય પર ચાંદા

ભારતમાં હાલમા મંકિપોક્સના ચાર કેસ છે અને તેથી હવે લોકોએ સાવધ થઈ જવાની જરુર છે. આ દરમિયાન મંકિપોક્સના 3 નવા લક્ષણો સામે આવ્યાં છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન સ્ટડી અનુસાર, મંકિપોકસના 3 નવા લક્ષણો સામે આવ્યાં છે. 

આ 3 લક્ષણો જણાય તો તપાસ કરાવવી જરુરી 
મંકિપોક્સના જે 3 નવા લક્ષણો જોવા મળ્યાં છે તેમાં ગુપ્તાંગમાં ચાંદા, મોંમા છાલા અથવા ઘાવ, મળાશય પર ચાંદા સામેલ છે. 

દસમાંથી એક વ્યક્તિને ગુપ્તાંગમાં જખમ 
સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે અભ્યાસમાં દર દસમાંથી એક વ્યક્તિને ગુપ્તાંગમાં માત્ર એક જખમ હતો અને અભ્યાસમાં સામેલ 15 ટકા લોકોને ગુદામાર્ગમાં દુખાવો થયો હતો. મંકીપોક્સના આ ક્લિનિકલ લક્ષણો સિફિલિસ અથવા હર્પીઝ જેવા જાતીય સંક્રમિત ચેપ (એસટીઆઈ) જેવા સમાન છે, જેના કારણે તેમનું નિદાન સરળતાથી યોગ્ય રીતે થઈ શકતું નથી.

આ રોગથી બચવા માટે શું શક્ય છે?
મંકિપોક્સથી બચવા માટે સૌથી પહેલા તો લોકોએ ટેસ્ટિંગ કરાવવું જોઈએ. એક્સપર્ટનું કહેવું છે કે મોઢા, ગુદામાર્ગ જેવી જગ્યાઓમાં ફોલ્લા કે ઘા ગંભીર રૂપ ધારણ કરી શકે છે, તેથી તેનું નિદાન સમયસર કરવું ખૂબ જ જરૂરી છે.

કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તપાસ કરાવે 
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પૌલે લોકોને એવું જણાવ્યું કે જો  કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તેવા લોકોએ સામે ચાલીને આગળ આવીને તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે ડરવા અને ચિંતા કરવા જેવું કશું નથી. 

દેશમાં મંકીપોક્સના કુલ 4 કેસ 
દિલ્હીમાં એક કેસ મળ્યા બાદ હવે દેશમાં કુલ મંકીપોક્સના કેસ ચાર થઈ ગયા છે. ત્રણ કેસ દક્ષિણ રાજ્ય કેરળમાં 3 અને એક કેસ દિલ્હીમાં છે. જોકે રાહતની વાત એ છે કે ચાર દર્દીઓની તબિયત સ્થિર છે પરંતુ તેનો ફેલાવો થઈ શકે છે.