રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ

વડોદરા,લોક્સભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓમાં ટિકીટ ના મળતા નિરાશ જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન નારાજ થયા છે. વડોદરા લોક્સભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે રંજનબેનને ટિકિટ મળતાં જ્યોતિબેન નારાજ થયા છે. જેના કારણે ભાજપે જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. આજે જ્યોતિ પંડ્યા પક્ષમાંથી રાજીનામું આપવાના હતા. ત્યારે રાજીનામું આપે તે પહેલાં જ સી.આર. પાટીલે સસ્પેન્ડ કર્યા છે.

ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં મોટો ભડકો થયો છે. રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ મેયર ડૉ. જ્યોતિ પંડ્યા રાજીનામું આપે તે પહેલાં જ ભાજપે હકાલપટ્ટી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપનાં મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપનાં મધ્ય  ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરનાં મેયર રહી ચૂક્યાં છે. તમને જણાવી દઈએ કે ડૉ. જ્યોતિ પંડ્યા લોક્સભા ચૂંટણી માટે દાવેદાર હતા.