ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ, પંચમહાલ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા પંચમહાલ દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરાયું

ગોધરા,ગોધરા શહેરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ, પંચમહાલ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા પંચમહાલ દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પદયાત્રા અને મહાપંચાયતમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ મામલે મહાસંઘ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ જિલ્લાને આવરીને 11 સ્થાન ઉપર શિક્ષકો અને અન્ય કર્મચારીઓ દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે સંદર્ભે ગોધરા નગરમાં પણ શહેરના ત્રણ મુખ્ય માર્ગો ઉપરથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષક કાર્યકર્તા, ભગીની બંધુઓ અને અન્ય સંગઠનના કર્મચારીઓ જોડાયા હતા. તમામ કર્મચારી જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા, HTAT બદલીના નિયમ, અગાઉના સરકાર દ્વારા જાહેર કરેલ ઠરાવ બાકી સહિતના અન્ય પડતર પ્રશ્ર્નો નહીં લઈને આ પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષક કાર્યકર્તા, ભગીની બંધુઓ અને અન્ય સંગઠનના કર્મચારીઓ ગોધરા નગરમાં એક સાથે પદયાત્રા કરી દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે એકત્ર થઈ પોતાના પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.આ પદયાત્રાનાં આયોજનમાં આજ રોજ દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે એકત્ર થયેલા શિક્ષકો, ભગીની બંધુઓ અને અન્ય સંગઠનના કર્મચારીઓએ મહાપંચાયત સભામાં સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્ર્નો મામલે અને તેના વહેલી તકે નિરાકરણ થાય તે માટે પોતાના મત રજૂ કર્યા હતા. આ મામલે મહાસંઘ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.