દાહોદ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2023 નું આયોજન 17 થી 20 જાન્યુઆરી ફરીદાબાદ હરિયાણા ડીટીબી, થસ્તી આરસીબી કેમ્પસ માં કરવામાં આવ્યું આ ફેસ્ટિવલનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડોજીતેન્દ્રકુમાર સિંગ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું ત્યારે સમાપન સમારોહ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટ સાયન્સ વિલેજ, વૈજ્ઞાનિકા, વુમન સાયન્ટિસ્ટ એન્ડ ઇન્ટરપ્રપ્રૂનર્સ કોનક્લેવ, સાયન્સ ગેમ એન્ડ ટોય, સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટિવલ, સ્પેસ હેકાથોન, યંગ સાઇન્ટીસ્ટ કોન્ફરન્સ, કલ્ચરલ ઇવેન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજ્યુકેશન ફોર એસ્પાયરીંગ ઇન્ડિયા-નેશનલ સાયન્સ ટીચર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ અનાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ.એમ. કુદાવાલા હાયર સેક્ધડરી સ્કુલના ઉચ્ચ માધ્યમિક શિક્ષક તેમજ વિજ્ઞાન ગુર્જરીના જીલ્લા કોર્ડીનેટર કમલેશ ડી લીમ્બાચીયાએ દાહોદ જીલ્લા માંથી એકમાત્ર શિક્ષકે ભાગ લીધો હતો. સમગ્ર દેશમાંથી 450 થી વધુ સાયન્સ ટીચર આ વર્કશોપમાં ભાગ લીધો હતો જેમાં વિજ્ઞાન ગુર્જરીના અમદાવાદથી પારસ ઉચાટ, હિરેન રાજ્યગુરૂ, રિટાયર્ડ શિક્ષક જોન કોર્ડીનેટર પંકજભાઈ દરજી ભાગ લીધો હતો. જેમાં કીટ અને પ્રમાણપત્ર સન્માનિત કર્યા હતા.