
દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન સાયન્સ કોલેજ દાહોદ દ્વારા તા. 28/02/2024 બુધવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ડો. આંબેડકર પ્રાથમિક શાળા ઉકરડી મુકામે વિજ્ઞાનના વિવિધ નમૂનાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, માઇક્રો બાયોલોજી અને વનસ્પતિ શાસ્ત્ર ના વિવિધ નમૂનાઓની સમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આપી હતી. શાળાના વિદ્યાર્થીઑને વિજ્ઞાન વિષયમાં રસ, રૂચિ અને વલણ ઉત્ત્પન્ન થાય તે માટે વિવિધ પ્રયોગોનું પ્રદર્શન પણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગના વડા અને ફેકલ્ટીએ ભાગ લઈ સહકાર આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ ખરાદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.