નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS ) અંતર્ગત આરોગ્યની સેવાનું કેન્દ્રની ટીમ દ્વારા મૂલ્યાંકન કરાયું

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર NQAS અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ ઍન્ડ વેલનેસ કેન્દ્રોની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સર્ટીફીકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમ્યાન આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને અપ આપવામાં આવતી આરોગ્ય સેવાઓ સમાવેશ કરવામાં આવે છે.

NQAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરાય છે.

વર્ષ 2023-24 દરમ્યાન દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચકાસણી કરવામાં આવી તેમા 86.34% સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણ પત્ર આપવામાં આવ્યું વધુમાં જણાવવાનું કે, જીલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ હજુ પણ દાહોદ જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટરને NQAS સર્ટીફીકેટ માટે તૈયાર કરવામાં આવશે.