પાનીપત, ભાજપ અને આરએલડીમાં લોક્સભા બેઠકને લઇને ફાઇનલ વાત થઇ ગઇ હતી. જયંત ચૌધરીની પાર્ટી આરએલડીને બાગપત અને બિજનૌર લોક્સભા બેઠક મળી હતી. ભાજપે લોક્સભા ચૂંટણી માટે રવિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
રાષ્ટ્રીય લોકદળે બાગપતથી રાજકુમાર સાંગવાનને ઉમેદવાર બનાવ્યા છે. બિજનૌરમાં ચંદન ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય વિધાન પરિષદની પણ એક બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે ગઠબંધનમાં એક વિધાનસભાની બેઠક પણ આરએલડીને આપી છે. આરએલડીએ યોગેશ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. ૫૩ વર્ષ બાદ આ પ્રથમ એવી લોક્સભા ચૂંટણી હશે જેમાં પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહના પરિવારનો કોઇ સભ્ય ઉમેદવાર નહીં હોય. પોતાની પારંપરિક બાગપત બેઠક પર ઇન્ડ્ઢના પ્રમુખ ચૌધરી જયંત સિંહે પાર્ટીના જૂના કાર્યર્ક્તા પર દાવ લગાવ્યો છે તો બિજનૌરમાં પાર્ટીના સૌથી યુવા ધારાસભ્યને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ચૌધરી પરિવારે લોક્સભા ચૂંટણી લડવાની શરૂઆત ૧૯૭૧માં મુજફરનગર બેઠક પરથી કરી હતી. જયંતના પિતા ચરણ સિંહ પ્રથમ ચૂંટણી ૧૯૭૧માં મુજફરનગર બેઠક પરથી લડ્યા હતા અને હાર્યા હતા. તે બાદ ૧૯૭૭ની ચૂંટણીમાં તે બાગપતથી જીતીને લોક્સભા પહોંચ્યા હતા. તે આ બેઠક પર લડતા રહ્યા અને જીતતા રહ્યાં. ૧૯૮૯માં આ બેઠક પર અજિત સિંહ મેદાનમાં ઉતર્યા હતા અને ૨૦૧૪ સુધી તે અહીંથી ચૂંટણી લડતા રહ્યા હતા. ૨૦૧૯માં અજિત મુજફરનગરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ૨૦૦૯,૨૦૧૫ અને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી જયંત પણ લડી ચુક્યા છે.