દાહોદ,રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ તરફથી ગ્રાહક જાગૃતિ સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો. તારીખ 18 ડિસેમ્બરના રોજ ગ્રાહક જાગૃતિ સપ્તાહના પ્રથમ દિવસે દેલસર ગામે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ ખેડૂત ગ્રાહક જાગૃતિ વિશે વિસ્તૃતમાં માહિતી ગ્રામજનોને આપી અને ઈ-કોમર્સ તથા ડિજીટલ વેપારના યુગમાં ગ્રાહકે ખરીદી સમયે રાખવાની તકેદારી બાબતે જાણકારી આપી હતી. દેલસર મુકામે આ કાર્યક્રમમાં સરપંચ શેતાનભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી સાબીરભાઈ શેખ ધ્વારા ખેડૂતોને ખરીદી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની જાણકારી આપી હતી.