નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે એનસી અને કોંગ્રેસ ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે,

કોંગ્રેસે પણ પોતાના એકસ ખાતામાંથી ગઠબંધનની જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે પાર્ટી અયક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને ઉપાયક્ષ ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા.

કોંગ્રેસે કહ્યું છે કે અમારી બેઠક થઈ હતી. અમારી યોજનાઓ સાચા માર્ગ પર છે અને અમને આશા છે કે ગઠબંધન સારી રીતે ચાલશે. અમે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને તેને આખરી ઓપ આપવામાં આવશે.