નેશન સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કાર્યકમ અંતર્ગત ખેડૂતોને મકાઈ ની વૈજ્ઞાનિક ખેતીની તાલીમ આપવામા આવી

દાહોદ, સદ્દગુરૂ સંસ્થા, દાહોદ દ્વારા નેશન સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આધારિત મકાઈની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ આપી ખેડૂતોને આધુનિક ખેતી માટે સજજ કરવામાં આવ્યા. સદ્દગુરૂ સંસ્થા, ચોસલા-દાહોદ દ્વારા તા.12/06/2024ના રોજ 50 જેટલા ખેડૂતોને મકાઈની વાવેતરથી માંડીને કાપણી સુધીના દરેક ખેતી કાર્યો વૈજ્ઞાનિક રીતે કરવા માટેની પ્રેક્ટિકલ તાલીમ મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા ખાતે કેન્દ્રના વિવિધ વૈજ્ઞાનિકો શ્રી કનુભાઈ એચ પટેલ એગ્રોનોમિસ્ટ (નિવૃત્ત), ડો.એમ.બી.પટેલ યુનિટ હેડ તથા ડો.વર્માજી, ડો.પરમાર અને ડો.રાઠોડ દ્વારા વિગતવાર ખેડૂતોને તાલીમ આપવામાં આવી.

સદર તાલીમમાં વાવણી અંતરની જાળવણી તથા ખાતર અને નીંદણ નિયંત્રણ તથા મકાઈની જાતો-બીજ ઉત્પાદન-પાક સંરક્ષણ તથા જૈવિક ખાતરના ઉપયોગ અંગે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપેલ હતી. સદર તાલીમ માટે સદ્દગુરૂ સંસ્થાના અશ્વિનભાઈ પટેલ અને મીનાક્ષીબેને ખુબ જ જહેમત ઉઠાવી આયોજન કરેલું હતું.