નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે બે દિવસ માટે મહિલા સેલ્ફ ડિફરન્સ (કરાટે) વર્કશોપનું આયોજન કરાયું

ઝાલોદ, ઝાલોદ નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે બે દિવસ માટે મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ (કરાટે) વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપ તારીખ 02 અને 03-05-2023 ચાલનાર છે. નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દીપ પ્રાગટય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.

નારાયણી પબ્લિક સ્કૂલના સંસ્થાપક સ્વ.નારાયણ કલાલને ઉપસ્થિત મહેમાનોએ પુષ્પાંજલિ આપી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત કરાટે એક્સપર્ટ રાકેશ ભાટીયા અને તેમની ટીમ છેલ્લા 33 વર્ષ થી કરાટેની પ્રેક્ટિસ જૂદી જગ્યાએ કરાવે છે તેઓ ગવર્ન્મેન્ટની જુદી જુદી જગ્યાએ કરાટેની તાલીમ આપી ચૂક્યા છે, તેમના હાથ નીચે તાલિમ લીધેલ ઇન્ટરનેશનલ સુધી પહોંચી ભારતનું નામ રોશન કરેલ છે. તેમજ તેમના ભાઈ કલ્પેશ ભાટીયા પણ ઇન્ટરનેશનલ ચેમ્પિયન શીપ મેળવેલ છે.

આજના યુગમાં મહિલાઓને કરાટે કેમ શીખવું તે માટે કરાટે એક્સપર્ટ રાકેશ ભાટીયા એ જણાવ્યું કે, મહિલાઓ સાથે આજના યુગમાં ખૂબ નિંદનીય ઘટનાઓ બની રહેલ છે. કોઇ પણ જગ્યાએ મહિલાઓ એકલી હરવા ફરવા કે કામ અર્થે બહાર નીકળી શકતી નથી. કોઈને કોઈ અસામાજિક તત્વ તેમને હેરાન કરશે તેવું મહિલાઓને મનમાં રહ્યાં કરે છે. મહિલાઓ જાતે કોઈ પણ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ જાતે બહાર આવે તેમજ આજની નારી અબલા ન બની રહે. પોતાની સુરક્ષા તે જાતે કરી શકે કોઈ પણ પરિસ્થિતિમાં તે ઘબરાયા વિના અને ડર્યા વિના જાતે પ્રતિકાર કરી શકે તે માટે નારાયણી પબ્લિક સ્કૂલના કામગીરીનુ મેનેજમેન્ટ કરતા આશુતોષ તિવારી દ્વારા કરાટે એક્ટીવીટીનુ આયોજન કરવામાં આવ્યું હતું.