
મુંબઇ, થિએટર્સમાં ગદર-૨ એક મહિના બાદ પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ફિલ્મે ૫૦૦ કરોડથી વધારેનું કલેક્શન કરી નાખ્યું છે. સની દેઓલની આ ફિલ્મના બધા લોકોએ ખૂબ વખાણ કર્યા. પરંતુ દિગ્ગજ અભિનેતા નસીરૂદ્ધીન શાહ તેની સફળતાથી ખુશ નથી અને તેની આલોચના કરી.
તેમને ફક્ત ગદર ૨ જ નહીં ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ કેરલ સ્ટોરીની સફળતાએ પણ પરેશાન કર્યા છે. નસીરૂદ્દીન શાહે કહ્યું કે સુધીર મિશ્રા, અનુભવ સિન્હા અને હંસલ મહેતા જેવા સારા ડાયરેક્ટર્સ છે. પરંતુ તેમની ફિલ્મો નથી જોવામાં આવી રહી. નસીરૂદ્દીન શાહે તે ડાયરેક્ટર્સને હિંમ્મત ન હારીને સારી સ્ટોરી લાવવા કહ્યું છે.
નસીરૂદ્દીન શાહ ૧૭ વર્ષ બાદ ડાયરેક્ટર તરીકે વાપસી કરી રહ્યા છે. આટલા લાંબા બ્રેક વિશે પુછવામાં આવવા પર તેમણે કહ્યું કે હું સારી ફિલ્મ બનાવવાના હેતુથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
તેમને પુછવામાં આવ્યું કે શું બોલિવુડમાં ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ્ય બદલાઈ ગયો છે તો તેના પર તેમણે કહ્યું, હા, હવે તમે જેટલું વધારે અંધરાષ્ટ્રવાદી હશો તમે તેટલા જ વધારે લોકપ્રિય થશો કારણ કે આ દેશ પર શાસન કરી રહ્યું છે. પોતાના દેશને પ્રેમ કરવો પુરતો નથી પરંતુ તેના વિશે ઢોલ નગારા વગાડવા અને કાલ્પનિક દુશ્મન પેદા કરવા જરૂરી થઈ ગયા છે. આ લોકોને એવો અહેસાસ નથી કે તે જે કરી રહ્યા છે તે નુક્સાનકારક છે.