નાશિકમાં ઘરે દીકરીનો જન્મ થતા પરિવારના બધા પુરુષોએ આત્મહત્યા કરી લીધી !

  • પિતા અને બે પુત્રોએ અલગ-અલગ રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

નાશિક,

મહારાષ્ટ્રના નાસિકથી એક હદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી હતી. પિતા અને બે પુત્રોએ અલગ-અલગ રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. નવાઈની વાત એ છે કે જે દિવસે ઘરમાં દીકરીનો જન્મ થયો તે જ દિવસે આ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ મામલો સાતપુર વિસ્તારના રાધાકૃષ્ણ નગર વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, ફળોના વેપારી દીપક શિરોડે (પિતા ઉંમર ૫૫ વર્ષ), પ્રસાદ શિરોડે (મોટો પુત્ર ઉંમર ૨૫ વર્ષ), રાકેશ શિરોડે (ઉંમર ૨૩ વર્ષ)એ રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. શિરોડે પરિવાર અશોકનગરના છેલ્લા બસ સ્ટોપ વિસ્તારમાં ફળોનો ધંધો કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ શિરોડે પરિવાર મૂળ દેવળા તાલુકાના ઉમરાણેનો છે. છેલ્લા ૧૦ વર્ષથી તે વેપારના સંબંધમાં નાશિક આવતો હતો. તેમનું ઘર રાધાકૃષ્ણનગર વિસ્તારમાં છે. પિતા દીપક અશોક નગરના છેલ્લા બસ સ્ટોપ પર શાકભાજી માર્કેટ પાસે ફળો વેચતા હતા. તે જ સમયે તેમના પુત્રો પ્રસાદ અને રાકેશ શિવાજી નગર વિસ્તારમાં ફળો વેચતા હતા.

આથક સ્થિતિ નબળી હોવાને કારણે શિરોડે પરિવાર દેવું થઈ ગયું હતું. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. દીપક શિરોડેના પરિવારના કેટલાક લોકો ૨૯મી જાન્યુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યે કોઈ કામ માટે બહાર ગયા હતા. દરમિયાન પિતા-પુત્રોએ આ પગલું ભર્યું હતું. દીપકની પત્નીએ ઘરે આવીને દરવાજો ખખડાવ્યો તો કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. તેણે આસપાસના લોકો પાસેથી મદદ માંગી. જ્યારે તેઓ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ તેઓ દંગ રહી ગયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘરના મોટા પુત્ર પ્રસાદ શિરોડેની પત્ની ગર્ભવતી હોવાના કારણે મુંબઈ ગઈ હતી. સવારે જ તેની ડિલિવરી થઈ હતી. તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે. શિરોડે પરિવારમાં લક્ષ્મીના આગમનના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. જો કે, આવા ખુશીના અવસર પર આ ત્રણેએ એક ખૂબ જ હૃદયસ્પર્શી નિર્ણય લીધો, જેણે બધાને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા છે.