નવીદિલ્હી,
દુર્ઘટના થવાના કિસ્સામાં વીમા કંપની રોડ દુર્ઘટનામાં શિકાર વ્યક્તિ અથવા થર્ડ પાર્ટીને શરુઆતમાં જ વળતરનો પૈસા આપી દેવા જોઈએ. ભલે વીમા પોલીસીધારક નશામાં વાહન કેમ ન ચલાવી રહ્યો હોય. કેરલ હાઈકોર્ટે સોમવારે એક અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કેરલ હાઈકોર્ટના જસ્ટિસ સોફી થોમસે પોતાના આદેશમાં કહ્યું કે, જ્યારે ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે, તો નિશ્ર્ચિત રુપથી તેમની ચેતના અને ઈંદ્રિયા ક્ષીણ થઈ જાય છે, તેનાથી તે વાહન ચલાવવા માટે અયોગ્ય થઈ જાય છે. પણ પોલિસી અંતર્ગત કંપની પીડિતને વળતર માટે ચુકવણીથી મુક્ત થઈ શક્તા નથી. કેરલ હાઈકોર્ટ કાર દુર્ઘટના દાવા ન્યાયાધિકરણ દ્વારા આપવામાં આવેલ વળતરમાં વધારાની માગવાળી એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
અપીલર્ક્તાએ ૪,૦૦,૦૦૦ રૂપિયાના વળતરનો દાવો કરતા એમએસીટીથી સંપર્ક કર્યો હતો. જો કે, એમએસીટીએ ફક્ત ૨,૪૦,૦૦૦ રૂપિયાનું વળતર આપ્યું હતું, જેના વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અપીલર્ક્તા, વર્ષ ૨૦૧૩માં એક ઓટોરિક્ષામાં યાત્રા કરતા સમય એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. તેમને એક કારે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. અપીલર્ક્તાએ દાવો કર્યો છે કે, તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ છ મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. તે ઓટોરિક્ષાને ટક્કર મારનારા કાર ડ્રાઈવર વિરુદ્ધ દાખલ ચાર્જશિટથી ખબર પડી કે, તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.
અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સોફી થોમસે કહ્યું કે, કેમ કે ઉલંઘન કરનારા વાહનનો વીમો કંપની સાથે કાયદેસર રીતે વીમો કર્યો હતો અને અપીલર્ક્તા એક થર્ડ પાર્ટી છે, એટલા માટે કંપની શરુઆતમાં જ તેના વાળતર આપવા માટે જવાબદાર છે. પણ કંપની વાહનના ડ્રાઈવર અને માલિક તેને વસૂલ કરવા માટે પાત્ર છે. હાઈકોર્ટે અરર્જીક્તાને વળતર ૩૯,૦૦૦ રૂપિયા વધારતા વીમા કંપનીને નિર્ણય કોપી મળવાની તારીખથી બે મહિનાની અંદર પૈસા જમા કરાવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સાથમાં કહ્યું કે, વીમા કંપનીને અરજીની તારીખથી લઈને પૈસા જમા કરાવાની તારીખ સુધી ૭ ટકાના વ્યાજ સાથે વધારેલ વળતર આપવું પડશે.