મઘ્યપ્રેદશ વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે, નર્સિંગ કૌભાંડ વિશે બહુચચત ગૃહમાં ભારે હોબાળો થયો. વિપક્ષના ઉપનેતા હેમંત કટારેએ ગૃહમાં નસગ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સત્તાધારી ભાજપ સરકાર પર નિશાન સાયું હતું. તેમણે કહ્યું કે લાંબા સમયથી નસગ કાઉન્સિલ દ્વારા નકલી કોલેજોને માન્યતા આપવામાં આવી રહી હતી, જેના પર સરકારે માત્ર દેખાડા માટે કાર્યવાહી કરી હતી.
રાજ્યમાં આરોગ્ય શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવી નર્સિંગ કોલેજો ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં કેમ્પસ પણ નહોતું. કેટલીક કોલેજો અમુક રૂમમાં ચાલતી જોવા મળી હતી, જે બાદ મઘ્યપ્રેદશ નર્સિંગ કાઉન્સિલે ૧૯ કોલેજોનું જોડાણ રદ કર્યું હતું, જ્યારે ૬૬ કોલેજો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. હાલ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.
વિપક્ષના ઉપનેતા હેમંત કટારેએ ગૃહમાં જણાવ્યું હતું કે નસગ કાઉન્સિલ દ્વારા નકલી કોલેજોને લાંબા સમયથી માન્યતા આપવામાં આવી રહી છે. આ કોલેજોમાં પણ પુસ્તકાલયો અને પૂરતો સ્ટાફ નથી. તેમણે કહ્યું કે આ કોલેજોમાં બેડની સંખ્યા ધોરણ પ્રમાણે નથી. નસગ કોલેજને માન્યતા આપવા માટે નકલી ફેકલ્ટી દર્શાવવામાં આવી હતી. ઘણી કોલેજોમાં માત્ર એક ટીચીંગ ફેકલ્ટીનું નામ નોંધાયેલ છે.
તેમણે કહ્યું કે કોલેજને માન્યતા આપવા માટે નકલી નર્સિંગ સ્ટાફ બનાવવામાં આવ્યો અને સરકારે દેખાડો કરવા માટે કાર્યવાહી કરી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે કૌભાંડના કારણે છેલ્લા ત્રણ સત્રોથી નસગ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે.
વિપક્ષના નાયબ નેતાના નિવેદન પર ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે ખુદ નસગ કાઉન્સિલે કુલ ૬૬ કોલેજો બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે ૧૯ કોલેજોમાં ડુપ્લિકેટ ફેકલ્ટી સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને બે રજિસ્ટ્રારને દૂર કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા અને ગૃહમાં વિરોધ પક્ષના નાયબ નેતા હેમંત કટારેએ વધુમાં જણાવ્યું હતું કે લાખો બાળકો નસગ કૌભાંડથી પરેશાન છે. વિશ્વાસ સારંગ મંત્રી હતા ત્યારે એક વર્ષમાં ૨૧૯ કોલેજો ખોલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કૌભાંડ કોવિડ દરમિયાન શરૂ થયું હતું અને સીટ દીઠ રિકવરી કરવામાં આવી હતી. તે જ સમયે, કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહે કહ્યું કે તત્કાલિન મંત્રી વિશ્ર્વાસ સારંગે અધિકારીઓ સાથે અલગથી બેઠક કરી હતી. તેમણે કહ્યું કે કોલેજ ખોલવા માટે નિયમો વિરુદ્ધ નિર્ણય લેવામાં આવ્યો હતો. બપોરના ભોજન બાદ નસગ કૌભાંડ ફરી ચર્ચામાં આવશે.