અમદાવાદ, નરોડાના એક યુવકે પોરબંદરની ડોક્ટર યુવતી પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીનો આરોપ છે કે તે રશિયામાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મુલાકાત નરોડાના એક યુવક સાથે થઈ હતી. જ્યારે યુવતી રશિયાની એક હોસ્ટેલમાં એકલી હતી ત્યારે તેણે તેની સાથે બળાત્કાર કર્યો અને વીડિયો બનાવ્યો. થોડા મહિના પછી બંને ભારત પાછા ફર્યા.
યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. જે બાદ આ શખ્સે મહિલાને પોરબંદરથી અમદાવાદ બોલાવી કારમાં ચિલોડા રીંગ રોડ પર ખાલી જગ્યા પર લઈ જઈ કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ છ વર્ષ પહેલા રશિયાથી એમબીબીએસનો અભ્યાસ કરીને ભારત પરત ફરેલા નરોડાના રહેવાસી મિતેન પટેલ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે નરોડાનો એક યુવક પણ ભણતો હતો. ૨૦૧૭માં યુવક પણ યુવતી સાથે હોસ્ટેલમાં રહેતો હતો, આથી બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને ફોન પર વાત કરતા હતા.
૨૦૧૮માં જ્યારે યુવતી હોસ્ટેલમાં એકલી હતી ત્યારે યુવક તેના રૂમમાં ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ વિરોધ કર્યો તો યુવકે માફી માંગી અને કહ્યું કે મારાથી ભૂલ થઈ છે અને હું તારી સાથે લગ્ન કરીશ. જોકે, થોડા દિવસો બાદ યુવકે યુવતીને તેના મોબાઈલમાં વીડિયો બતાવ્યો હતો. એટલું જ નહીં, તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે બળાત્કાર ચાલુ રાખ્યો હતો. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.