- ભારતીય કિસાન સંધના નેજા હેઠળ ખેડુતોએ રેલી યોજી આવેદન આપ્યું.
ગોધરા, ભારતીય કિસાન સંધ દ્વારા પંચમહાલ જીલ્લાના ખેડુતો દ્વારા નર્મદાનું પાણી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંંગ સાથે એપીએમસી થી કલેકટર સુધી રેલી યોજી જીલ્લા અધિક કલેકટરને આવેદન આપી રજુઆત કરી.
પંંચમહાલ જીલ્લા ભારતીય કિસાન સંધ દ્વારા ગોધરા, કાલોલ અને ડેસર તાલુકાના ખેડુતોને નર્મદા કેનાલનું પાણી પંચમહાલ જીલ્લાના ખેડુતોને આપવામાં આવે નર્મદા કેનાલનું પાણી પાનમ કેનાલમાં આપવામાં આવે તો ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય પાનમ હડફ, કરાડ ડેમોમાં પાણી ન હોવાથી ખાલીખમ હોય ત્યારે નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે તો ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે છે. જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ આધારીત 100 કિલોમીટર લાંંબી પાનમ મુખ્ય કેનાલ દ્વારા જીલ્લા અને વડોદરા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને સિંચાઈનું પાણી આપવાની યોજના છે પરંતુ પાનમ મુખ્ય કેનાલના ટેઈલ વિસ્તારના ખેડુતોને સિંચાઈનું પાણી કેટલાય વર્ષોથી મળતુંં નથી. જેને લઈ ગોધરા તાલુકા, વડોદરાના ડેસર તાલુકા અને કાલોલ તાલુકાના ખેડુતો દ્વારા ભારતીય કિસાન સંધના નેજા હેઠળ ગોધરા એપીએમસી ખાતેથી રેલી કાઢી જીલ્લા કલેકટર કચેરી પહોંંચ્યા હતા અને નર્મદા કેનાલ માંથી પાનમ ડેમમાં પાણી આપવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યુંં હતું. ખેડુતોની માંગ ન સંતોષાયનો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.