
કાલોલ તાલુકાના અલવા ગામે રહેતા ધનરાજકુમાર ગણપતસિંહ બારીયા ઉ. વ.21 નાઓ ગુરૂવારે સાંજે 6:15 કલાકે પોતાના ઘરેથી દેલોલ એટીએમ પર પૈસા ઉપાડવા જાઉં છુ તેમ કહી નીકળ્યો હતો. જે મોડી રાત્રે પરત ન ફરતા શુક્રવારે 00:30 કલાક સુધી બાકરોલ નજીક નર્મદા કેનાલ પાસે પોતાનુ હીરો સ્પેલેન્ડર મોટરસાયકલ તથા ચાવી અને મોબાઈલ ફોન તેમજ ચંપલ મોટરસાયકલની બાજુમા મુકી પોતાની જાતે કોઇ કારણસર ગુમ થયેલ હતો જેની જાણવા જોગ નોધ કાલોલ પોલીસ મથકે શુક્રવારે રાત્રે તેના પીતા ગણપતસિંહ છત્રસીહે કરાવેલ જે યુવકની લાશ શનિવારે કાલોલ નજીકની નર્મદા કેનાલ માંથી મળી આવતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને પીએમ માટે મોકલી આપી હતી