મહીસાગર, મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામ ખાતેથી કેબિનેટ કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે નર્મદા જળ સંપતિ વિભાગ અને કલ્પસર વિભાગના 39.46 કરોડના ચાર કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ યોજાયો.
છેવાડાનો એક પણ વ્યક્તિ પીવાના પાણીથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે – મંત્રી.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડૂતોની આવક બમણી કરવામાં માટે અનેક યોજનાઓ થકી ખેડૂતોને લાભ આપી તેમના જીવનમાં અનેક પરિવર્તનો લાવ્યા છે. છેવાડાનો એક પણ વ્યક્તિ પીવાના પાણીથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તેમણે આ વિસ્તારના ખેડૂતોને ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવા જોડાવવા અપીલ કરી હતી.
નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
વધુમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના મંત્રી એ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત મહિસાગર જીલ્લાના બાલાસિનોર નગરપાલિકાની વસ્તીને ધ્યાને રાખીને બાલાસિનોર શહેર માટે ઓપન સી.એસ.બી.આર ટેક્નોલોજી આધારિત નવીન 6.50 એમ.એલ.ડી. ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને ભૂગર્ભ ગટર યોજનામાંથી નીકળતા ગંદા પાણીને ટ્રીટ કરીને એસ.ટી.પી. માંથી શુધ્ધ કરેલ ગટરના પાણીનો વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ ખાતે પુન: ઉપયોગ કરી શુદ્ધ પાણીનો લાભ મળશે.
વરધરી સ્વરૂપ સાગર તળાવ આધારિત મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કસલાલ,ભલાડા અને ઢેસિયા ગામના તળાવો ભરવાની ઉદવહન સિંચાઈ યોજનાથી વરધરી સ્વરૂપસાગર તળાવમાંથી 3(ત્રણ) ક્યુસેક પાણી ઉદવહન કરી મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કુલ-3 ગામના કુલ-3 તળાવો ભરવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ રૂ.2.98 કરોડ થશે. આ યોજનાથી લુણાવાડા તાલુકાના કુલ-3 ગામના 145 હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નર્મદા જળ સંપતિ વિભાગ મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છેવાડાંનો એક પણ લાભ પાત્રતા ધરાવતો લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની ચિંતા કરી ઘરઆંગણે લાભ આપવામાં આવ્યા. ઝરમર નદી થકી ખેડૂતોને ખૂબ ફાયદો થશે.
નર્મદા જળ સંપતિ વિભાગ
આ પ્રસંગે બાલાસિનોર ધરસભય માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. નર્મદા જળ સંપતિ વિભાગ મંત્રીના હસ્તે સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરથી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને જોડાણ કરી ઝરમર નદી પરના ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિચાઈનો લાભ આપવાના કામનું લોકાર્પણ, બાલાસિનોર ખાતે 6.50 એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. બનાવી શુધ્ધ કરેલ ગટરના પાણીનો વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટમાં પુન: ઉપયોગ કરવા માટેની યોજનાનું લોકાર્પણ, લુણાવાડા શહેર માટે એસ.બી.આર. ટેકનોલોજી આધારિત 5.60 એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. બનાવવાની કામગીરીનું લોકાર્પણ અને વરધરી સ્વરૂપસાગર તળાવ આધારિત મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કસલાલ, ભલાડા અને ઢેસિયા ગામના તળાવો ભરવાની ઉદવહન સિંચાઇ યોજનાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, મધ્ય ગુજરાત મુખ્ય ઇજનેર એ.ડી. કાનાણી,અમદાવાદ સિંચાઇ યોજના વર્તુળ અધિક્ષક ઇજનેર એમ. એલ. પટેલ, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઇ પાઠક, તાલિકા પંચાયત પ્રમુખ, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
You May Also Be Interested in Other Topics – | |
1. | શહેરા તાલુકાના બોરડી ગામ સમાચાર |
2. | કાલોલ તાલુકાના મિશન મંગલમ |
3. | દાહોદ લોકસભા દાવેદાર |