મોરબી, પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર નહાવા પડ્યો હતો. જેમાંથી સાત લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમની શોધખોળ હજુ પણ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા બાદ હવે મોરબીમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મોરબીની મચ્છુ નદીમાં ૭ યુવાનો નાહવા પડ્યા હતા. જેમાંથી ત્રણ યુવક પાણીમાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નદીમાં ડૂબવાથી મોતની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો હિલસ્ટેશનો કે નદીમાં નહાવા માટે જતા હોય છે, ત્યારે પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. સાદુળકા ગામ પાસે મચ્છી નદીના પાણીમાં ૭ યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે ૭ પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી સ્વિમિંગ પૂલમાં નાહવાનું કહીને ૭ યુવાનો મોરબીની મચ્છુ નદીમાં ફરવા નીકળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીમાં ૮ એક જ પરિવારના ૮ લોકોના ડૂબી જવાની ઘટના બની હતી. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. ૩ નાનાં બાળકો સહિત ૭ પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે. ડુબેલા લોકોને બચાવવા માટે દ્ગડ્ઢઇહ્લ ની મદદ લેવાઈ રહી છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને રેસ્ક્યુ કાર્યવાહીમાં પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે.
નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો. ત્યારે ડૂબતા લોકોની ચીચીયારીઓ અને સ્થાનિક તરવૈયાનો વીડિયોમાં બચાવતા નજરે પડ્યા છે. ચાંદોદના તરવૈયા બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો વડોદરા ફાયર ફાઈટરની ટીમ પોઇચા માટે રવાના થઈ છે. આ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પટમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે નહાવા જતા લોકો ખાડામાં પડીને ડૂબી રહ્યા છે.