- થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આત્મહત્યા
- પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકા
- કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા, અન્યની શોધખોળ
બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એકસાથે 5 લોકોએ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકા સેવાઇ રહી છે. જોકે, કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હાલમાં અન્ય મૃતદેહોની શોધખોળ શરૂ છે. હાલમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા છે તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે મહિલા દેથળી ગામની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં આપઘાતનું વધતું પ્રમાણ
બીજી તરફ આજી ડેમ પાસે કિસાન ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનામાં એક કામદારે આપઘાત કર્યો છે. ધંધો બરાબર ન ચાલતો હોવાથી આર્થિક ભીંસમાં આવી જતાં કારખાનાદારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
આવી જ બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના વડોદરાથી પણ સામે આવી રહી છે જેમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ એક યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કર્યું હોવાની ઘટના સામે આવી છે, ચોંકાવનરી બાબત છે કે 19 વર્ષની યુવતીના હજુ 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરિજનોનો આરોપ છે કે તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.