નારી વંદન ઉત્સવનો બીજો દિવસ,પંચમહાલ જીલ્લો: એમ.જી.એસ. હાઇસ્કુલ કાલોલ ખાતે બેટી બચાવો,બેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ

  • આરોગ્ય,પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપનું આયોજન કરાયું.

પંચમહાલ જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 ઓગષ્ટ થી 8 ઓગષ્ટ 2024 દરમિયાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ તા. 02 ઓગસ્ટના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારિત કાલોલની એમ.જી.એસ હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાથે મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપનું પણ આયોજન કરાયું હતું.

કાર્યક્રમ અંતર્ગત મિશન શક્તિ બેઠક 100 દિવસ જાગૃતતા ડ્રાઇવ અંતર્ગત જેન્ડર સેન્સેટાઈઝેશન,બેટી બચાવો, બેટી પઢાવો વિષય પર વર્કશોપ સેમિનાર,દીકરી વધામણા કીટ અને વ્હાલી દીકરી મંજૂરી હુકમનું વિતરણ કરાયું હતું.આ સાથે હાઇજીન કીટ તથા ગુડ ટચ બેડ ટચ અને પોકસો એક્ટ વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણના ચેરમેન હીરા રાઠોડ,તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા, મહિલા અને બાળ અધિકારી માધવી ચૌહાણ, પી.આઈ. આર.ડી.ભરવાડ સહિત વિવિધ મહાનુભાવો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.