મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી નારી વંદન ઉત્સવ અંતર્ગત 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આયોજીત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી સરદાર પટેલ વિનય મંદિર શાળા મહોડેલ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના અધિકારી કીર્તીબેન જોશી દ્વારા અને પોક્સો એક્ટ પર અને જીલ્લા ક્ષય અધિકારી ડો. બી.એચ. બારોટ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન પર સંવાદ તથા PC-PNDT એક્ટ પર વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.
કાર્યક્રમ હેઠળ વહાલી દીકરી યોજના અંતર્ગત મંજુર થયેલ લાભાર્થીને મંજૂરી હુકમ તથા દીકરી વધામણા કીટ આપવામાં આવેલ હતા. અને સરદાર પટેલ વિનય મંદિર શાળાની શિક્ષણમાં પ્રથમ પાંચ નંબર મેળવેલ દીકરીઓને હાઇજેનિક કીટ આપી તેમનું સન્માન કરવામાં આવેલ હતું.
આ અવસરે મહિલા અને બાળ અધિકારી ફરજાના ખાન તથા દહેજ પ્રતિબિંબક અધિકારી ડો. સોનલબેન પટેલ, શાળાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રસિંહ રાઉલજી, મેડિકલ ઓફિસર અજીત ઠાકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.