અમદાવાદ,
અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને કેન્દ્ર સરકાર ૭૧૦૦૦ નોકરીઓ આપશે તેવી વાત કરી હતી. આ પહેલા પણ ૭૫૦૦૦ નોકરીઓ આપવાની વાત કરી હતી. કોંગ્રેસ એ માંગણી કરે છે કે, સરકાર આ બાબતે એક શ્વેતપત્ર જાહેર કરીને ૭૫૦૦૦ નોકરીઓ અને ૭૧૦૦૦ નોકરીઓ કુલ ૧૪૬૦૦૦ સરકારી નોકરીઓ ક્યાં વિભાગમાં. ક્યાં પદમાં અને કોને કોને આપવામાં આવી છે. તેની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી અને તેમના નિમણુંક પત્રો ક્યારે આપવામાં આવ્યા વગેરેની માહિતી જાહેરમાં વેબસાઈટ ઉપર મુકે અને ચૂંટણી દરમ્યાન આ પ્રકારના ભાષણો એ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં હોય તેમ લાગે છે. માટે ચૂંટણી પંચે પણ આ બાબતે ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવી પડે, શું ચૂંટણીની રાહ જોઈને આવા પદો પર જે નોકરી આપવામાં આવી રહી છે તેને મોડું કરવામાં આવ્યું હતું કે નહીં ? તે બાબતની પણ તપાસ થવી જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ક્સિાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ક્સિાન નેતાઓને કિન્નાખોરી રાખીને સરકાર પરેશાન કરી રહી છે, જે લોકોએ ક્સિાન આંદોલન કરીને ક્સિાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવી રહ્યાં છે. લોકશાહીમાં જ્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે ચૂંટાયેલી પાંખને સવાલ પુછવાનો હક્ક બંધારણે આપેલ છે પરંતુ અત્યારે ગુજરાતમાં આ બાબતનું સંપૂર્ણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ક્સિાન સેલ આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરશે. તા. ૧૮-૧૧-૨૦૨૨ના રોજ કૃષિમંત્રી નરેન્દ્ર તોમરની ધ્રાંગધ્રામાં સભા હતી અને તેના કારણે ગુજરાત ક્સિાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.કે. પટેલને મેથાણ ગામથી અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તા. ૨૦-૧૧-૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સભા હોવાથી શ્રી ચેતન ગઠીયા, ચેરમેન ક્સિાન સેલ રાજકોટ, શ્રી પ્રવિણ પટોડીયા પ્રમુખ ગુજરાત ક્સિાન સમાજ (સરઘારપુર ગામ, જેતપુર), શ્રી ચંદ્રેશ પરમાર આગેવાન ક્સિાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), શ્રી ગોવિંદ ડોબરીયા આગેવાન ક્સિાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), શ્રી પ્રમોદ તાડા આગેવાન ક્સિાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), તા. ૨૦-૧૧-૨૦૨૨ના રોજ નરેન્દ્ર મોદીજીની સભા હોવાથી ફરીથી જે.કે. પટેલ (રાષ્ટ્રીય પ્રમુખ, ક્સિાન સંગઠન)ની ધરપકડ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના અસારવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી ઉદય રોય તેમના ૫૦ કાર્યકર – સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેરના ઈન્ચાર્જ શ્રી બિમલ શાહના હસ્તે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વિનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રીઓ ડૉ. અમિત નાયક, હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.