અમદાવાદ,
સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવના આજથી એટલે કે ૧૪ ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થયો છે આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે એસપી રિંગ રોડના કિનારે ૬૦૦ એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસ આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અયક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્ર્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતાં વડાપ્રધાને બાળકો સાથે પણ વાતચીત કરી હતી વડાપ્રધાનની સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહંત સ્વામી રાજયપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બેઠા હતાં. આ પ્રસંગે પ્રાર્થના અને વેદોના શ્ર્લોકનું વાંચન કરવામાં આવ્યું હતું અને દીપ પ્રગટાવીને મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી
આ ઉદઘાટન સમારોહ થશે. ૭.૩૦ વાગ્યા સુધી ચાલ્યો હતો. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને ગુજરાતના રાજયપાલ દેવવ્રત આચાર્ય,નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૬૦૦ એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફત ગુલાબોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી એના માટે બીએપીએસ દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીએ સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીની ૪૫ ફુટની પ્રતિમાને પુષ્પાજર્લી અર્પી હતી અહીં હાઇટેક મંચ બનાવવામાં આવ્યો હતો આ વિશિષ્ટ મંચ હતો તે બેઠા બેઠા જ સંચાલન કરવામાં આવ્યું હતું. આ મંચ પરથી તમામ આકર્ષણો નિહાળી શકાતા હતાં.અહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામીની પ્રતિમાને વંદન કર્યા હતાં.
તમે ચાહે સૌરાષ્ટ્રથી આવી રહ્યા હોવ કે સુરતથી… મહેસાણાથી આવી રહ્યા હોવ કે માણસાથી.. તમારા રૂટથી જ મહોત્સવ સ્થળે સહેલાઈથી પ્રવેશવા માટે કુલ ૭ પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મુખ્ય પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સંતદ્વાર ૩૮૦ ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની ૮ ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ ૨૮ પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.અહીં લો ગાર્ડન બનાવવામાં આવ્યો હતો
દિલ્હીસ્થિત અક્ષરધામ અને અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધારની સામ્યતા અંગે સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું, બંનેની સામ્યતા એ છે કે બંનેના આકાર તેમ જ એમાં જે મૂતઓ પધરાવી છે તો એ જ પ્રકારના એકઝેટ અવતારો, મહાપુરુષો, આચાર્યો થઈ ગયા હોઈ, તેમની મૂતઓ પધરાવવામાં આવી છે. આ અસલ દિલ્હીના અક્ષરધામ જેવું જ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષથી નગર તૈયાર કરી રહ્યા છીએ. વર્ષમાં એમાંય છેલ્લા છ મહિનાની સખત મહેનત કરી છે. આ અક્ષરધામમાં સ્ટીલ ફ્રેમ, લાકડું, પીઓપી મુખ્યત્વે મટીરિયલ વાપર્યું છે, કારણ કે આ ટેમ્પરરી છે.
આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે નગરમાં જુદાં જુદાં સ્થળે ૩૦ પ્રેમવતી ઊભી કરવામાં આવી છે. આ પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની ચીજવસ્તુઓ મળશે. મહિલાઓ દ્વારા સંચાલિત આ પ્રેમવતીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, ભાજીપાંઉ, દાબેલી અને સમોસાં તેમજ સેન્ડવિચ માત્ર ૨૦ રૂપિયામાં મળશે, જ્યારે નમકીનના પેકેટ માત્ર ૧૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. ૧૫મી ડિસેમ્બરથી પ્રેમવતી શરૂ થશે.