
દાહોદ, દાહોદ શહેરમાં નવરાત્રિના ગરબામાં ખૈલાયાઓ ધુમ મચાવી રહ્યાં છે. સાતમાં નોરતે દાહોદ શહેરમાં તમામ ગરબા મંડળોમાં ખૈલાયાઓ મન મુકીને ઝુમ્યાં હતા. ત્યારે દાહોદ શહેરના રામાનંદ પાર્ક તેમજ હનુમાન બજાર ખાતેના ગરબા મંડળમાં રાજકીય આગેવાનો પણ પહોંચ્યાં હતાં અને ગરબે ઝુમ્યાં હતા. જેમાં સાતમા નોરતે નવરાત્રિના પાવન પર્વમાં ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. દાહોદના ગરબાઓમાં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ચિત્ર સાથેના દુપટ્ટા ધારણ કરી દાહોદના રામાનંદ પાર્ક તેમજ હનુમાન બજારના ગરબે રમતા ખેલૈયાઓમાં આકર્ષણ ઉભુ થયું હતું.