ભુવનેશ્ર્વર, ભારતીય જનતા પાર્ટી અધર બેકવર્ડ ક્લાસ મોરચાના સભ્યોએ શનિવારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર પ્રશ્ર્નો ઉઠાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસેથી બિનશરતી માફીની માંગ કરી છે. પાર્ટીના ઓબીસી મોરચાના નેતા સુરથ બિસ્વાલની આગેવાની હેઠળના કાર્યકરોએ ગાંધીના ઓડિશાની મુલાકાત દરમિયાનના તાજેતરના નિવેદન સામે વિરોધ કર્યો હતો.
બિસ્વાલે કહ્યું, “અમે ક્યારેય રાહુલ ગાંધીને તેમની જાતિ કે તેમની માતા અને પરિવારના અન્ય સભ્યોની જાતિ વિશે પૂછ્યું નથી. પરંતુ તેઓ (રાહુલ) વડાપ્રધાન મોદીની જાતિ પૂછી રહ્યા છે, જેમણે દેશમાં ઓબીસીને અધિકાર અને ઓળખ આપી છે. રાહુલ ગાંધીના નિવેદનો સ્પષ્ટપણે તેમની અપરિપક્વતા દર્શાવે છે. પ્રદર્શનકારીઓએ રાહુલ ગાંધીના પૂતળાનું પણ દહન કર્યું હતું.