નરેન્દ્ર મોદીએ તમિલ લોકોનું ગૌરવ વધાર્યું, રજનીકાંતે

મુંબઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યું છે. આ માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંતે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. ‘સેંગોલ’ એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે તમિલનાડુથી લાવેલા ‘રાજદંડ’ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો. વડાપ્રધાને તેને દંડવત પણ કર્યા હતા.

તમિલનાડુના સંતોનું એક જૂથ ‘સેંગોલ’ લઈને દિલ્હી પહોંચ્યું હતું. શનિવારે સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા, અને પીએમને ‘સેંગોલ’ અર્પણ કર્યું. પીએમ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ઓછામાં ઓછા ૨૦ પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા નથી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ રાષ્ટ્રપતિને તેની સ્થાપનાની ભલામણ કરી હતી.

‘સેંગોલ’ની સ્થાપનાના પ્રસંગે, ૬૦ ધાર્મિક ધર્મગુરૂઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના તમિલનાડુના છે. તેઓ ધર્મને જન જન સુધી લઈ જવા માટે જાણીતા છે. તેમાંથી ઘણાની ઉંમર ૧૦૦ વર્ષ કે તેથી વધુ છે.