સસ્પેન્ડેડ પીએસઆઇ કુંભાણીને ગૃહ વિભાગનો શિરપાવ. હવે તેઓ રાજકોટ શહેરમાં નોકરી કરશે. જી હા…લંપટ ગુરુ આસારામના લંપટ પુત્ર નારાયણ સાંઈને બચાવવા માટે જે તે સમયે સુરતના પીએસઆઇ સીએમ કુંભાણીએ ૧૩ કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. તેમને હવે પોલીસ વિભાગે રાજકોટમાં નોકરી આપી છે. તે સમયે સુરતનાં તત્કાલીન ડીસીપી શોભા ભૂતડાએ પીએસઆઇ કુંભાણી અને નારાયણ સાંઈના સાધકોને ૮ કરોડ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ ઝડપ્યા હતા.
આરોપો મુજબ આ ૧૩ કરોડ રૂપિયામાંથી તત્કાલીન પીએસઆઇ સીએમ કુંભાણીએ બળાત્કારી નારાયણ સાંઈ પાસેથી ૧ કરોડની લાંચ લીધી હતી. ત્યારે સીએમ કુંભાણી સુરત ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને લંપટ નારાયણ સાંઈને બચાવવા માટેની ગોઠવણમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એ જ કુંભાણીને હવે પોલીસ વિભાગે રંગીલા રાજકોટ શહેરમાં નોકરી કરવા માટે મૂક્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ નોકરીનો જે હુકમ કર્યો છે તેમાં લખ્યું છે કે ફરજ મોકુફીમાંથી પુન:સ્થાપિત કરીને જાહેરહિતમાં નોકરી આપવામાં આવી છે.