નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

રાજપીપળા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લાખો રૂપિયાના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનોમાં આશંકા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ સંયુક્ત તપાસ કરી હતી જેનો મુખ્ય મુદ્દો કાગળ પરની બોગસ દૂધ મંડળીઓનો હતો, આ દૂધમંડળીઓ ગામની નહિવત વસ્તી અને પશુધન ના હોવા છતાં વાષક લાખો લીટર દૂધ બહારથી લાવી દુધધારા ડેરી ભરૂચ ખાતે મોકલાતું હતું, જેમાં નાંદોદ તાલુકાની ભચરવાડા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં માત્ર ૧૦ સાભસદો દૂધ ભરતા હતા છતાં વાષક ૩,૪૯, ૦૦૦/- લીટર થી વધુ દૂધ ડેરી ને મોકલી વાષક, એક કરોડ સાડત્રીસ લાખ થી વધુ ની રકમ મંડળી એ મેળવી હતી. જેનો ઉલ્લેખ દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં છે.

આ ઉપરાંત નામલગઢ દૂધ ઉ. સ. મંડળી તેમજ પલસી દૂધ ઉ.સ. મંડળી માં પણ આજ રીતે સફેદ દૂધ નો કાળો કારોબાર બહાર આવતા અને તેમાં દૂધધારા ડેરીની સંડોવણી જણાતા કેન્દ્રીય આદિજાતિ આયોગના રિપોર્ટ ને પગલે રાજ્યના સહકારી મંડળીઓના ચીફ રજિસ્ટ્રારે આ સમગ્ર કૌભાંડ ની તપાસ ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ના રજિસ્ટ્રાર ને સોંપી હતી જે બંને અધિકારીઓ ની સંયુક્ત તપાસમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજ્યના સહકારી મંડળીઓના ચીફ રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓ તેમજ દુધધારા ડેરી ને પણ નોટિસ ફટકારી કલમ- ૮૬ હેઠળ ચોક્સીની નિમણુંક કરવા મામલે ખુલાસો માંગ્યો હતો અને તેની સુનાવણી પણ થઇ ગઈ છતાં આ વાતને સાત મહિના થયા પછી પણ આગળ કોઈ કાર્યવાહી થતી નથી કે કાંભાંડી દૂધ મંડળીઓના સંચાલકો કે દુધધારા ડેરી વિરુદ્દ કોઈ કાર્યવાહી નહિ થતા આ સમગ્ર કૌભાંડમાં રાજકીય દબાણને વશ ભીનું સંકેલાયાની આદિવાસીગ્રામજનો ને આશઁકા છે ત્યારે સરકાર આ કૌભાંડમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે

રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે ત્રણ દૂધ મંડળીઓની તપાસની નોટિસ કલમ ૮૩ હેઠળ આપી છે, પરંતુ જાણકારોના કહેવા મુજબ આ કલમ હેઠળ તપાસ લંબાઈ શકે છે જેથી કલમ -૯૩ હેઠળ તપાસ જરૂરી છે તો બીજી બાજુ દૂધ મંડળીઓના બેક્ધ એકાઉન્ટ જિલ્લા સહકારી બેક્ધમાં ફરજીયાત ખોલાવવાના હોવા છતાં હજુ કેટલીક મંડળીઓએ ખાતા ખોલાવ્યા નથી તો શુ આ મંડળીઓ કાગળ પરની બોગસ મંડળીઓ છે ? તેવી પણ ચર્ચા ચાલી રહી છે.