
- નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ભારતીય રિઝર્વ બેંકના ૭.૨ ટકાના વૃદ્ધિ અંદાજ કરતાં ઓછું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આર્થિક સર્વે ૨૦૨૪નો રિપોર્ટ રજૂ કર્યો. આથક સર્વેક્ષણ ૨૦૨૪ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશનો વાસ્તવિક જીડીપી દર ૬.૫ ટકાથી ૭ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. બજારની અપેક્ષાઓ ઊંચી રહે છે તે હકીક્તને ધ્યાનમાં લેતા આર્થિક સર્વે દસ્તાવેજ જોખમોને સંતુલિત રાખે છે. આ વૃદ્ધિનું અનુમાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ૭ ટકાના અંદાજને અનુરૂપ છે. જો કે, આ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ભારતીય રિઝર્વ બેંકના ૭.૨ ટકાના વૃદ્ધિ અંદાજ કરતાં ઓછું છે.
નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં આર્થિક વિકાસ દર ૮.૨ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં અર્થવ્યવસ્થા ૬.૫ થી ૭ ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોર ફુગાવો – જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૪.૫ ટકા અને આવતા વર્ષે ૪.૧ ટકા રહેવાની રિઝર્વ બેંક અપેક્ષા રાખે છે – તે નિયંત્રણ હેઠળ છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે અને વ્યવસ્થિત રીતે વિસ્તરણ થયું છે.રૂ ૨૦૨૪ માં વાસ્તવિક જીડીપી રૂ૨૦ ના સ્તરો કરતાં ૨૦ ટકા ઉપર હતો, જે એક સિદ્ધિ કે જે માત્ર કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ પ્રાપ્ત કરી શકી છે, જ્યારે રૂ૨૦૨૫ અને તે પછીના સમયગાળામાં મજબૂત વૃદ્ધિની મજબૂત સંભાવના રહે છે. બેરોજગારી અને બહુપરીમાણીય ગરીબીમાં ઘટાડો અને શ્રમ દળની ભાગીદારીમાં વૃદ્ધિ સાથે વૃદ્ધિ સમાવેશી રહી છે.
એકંદરે, ભારતીય અર્થતંત્ર રૂ૨૦૨૫ માટે આશાવાદી છે, વ્યાપક-આધારિત અને સમાવેશી વૃદ્ધિની અપેક્ષા રાખે છે.રોજગારના મુદ્દે ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકારે પોતાના અર્થતંત્રના સર્વેમાં આ વાતને નકારી કાઢી છે. ઈકોનોમી સર્વેના ડેટા દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે નાનીથી લઈને મોટી કંપનીઓમાં નવી નોકરીઓમાં વધારો થયો છે. સાથે જ લોકોને કૃષિ ક્ષેત્રમાં પણ કામ મળ્યું છે. આનાથી સ્થળાંતર ઘટ્યું છે.
રોજગાર નિર્માણના સંદર્ભમાં, અર્થતંત્ર સર્વે અનુસાર ત્રિમાસિક શ્રમ દળ સર્વે સમગ્ર દેશ માટે વાર્ષિક ડેટા પ્રદાન કરે છે, જેમાં શહેરી રોજગાર અને ગ્રામીણ ભારતનો સમાવેશ થાય છે. આ સર્વેમાં એ વાત સામે આવી છે કે કૃષિ ક્ષેત્રમાં રોજગાર વધવાને કારણે રિવર્સ માઈગ્રેશન થયું છે. મતલબ કે લોકો શહેરોમાંથી ગામડાઓમાં પાછા ફર્યા છે. ઉપરાંત, ગ્રામીણ ભારતના શ્રમબળમાં મહિલાઓનો હિસ્સો વયો છે.
સર્વેમાં લગભગ ૨.૦ લાખ ભારતીય ફેક્ટરીઓમાં કામ કરતા લોકોના ડેટા છે. ૨૦૧૩-૧૪ અને ૨૦૨૧-૨૨ ની વચ્ચે કારખાનાઓમાં નોકરીઓની કુલ સંખ્યામાં વાર્ષિક ૩.૬% નો વધારો થયો છે. સંતોષકારક બાબત એ છે કે સો કરતાં વધુ કામદારોને રોજગારી આપતી ફેક્ટરીઓ નાની ફેક્ટરીઓ (સો કરતાં ઓછા કામદારો ધરાવતી) કરતાં ૪.૦% વધુ ઝડપથી વૃદ્ધિ પામી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય કારખાનાઓમાં રોજગાર ૧.૦૪ કરોડથી વધીને ૧.૩૬ કરોડ થઈ ગયો છે.
ઈકોનોમી સર્વે કહે છે કે ભારતને એક પછી એક બે મોટા આથક આંચકાઓ પડ્યા છે. બેંકિંગ સિસ્ટમમાં બેડ લોન અને કોર્પોરેટ ડેટનું ઉચ્ચ સ્તર અને કોવિડ રોગચાળો એ બીજો આંચકો હતો. પ્રથમ આંચકા પછી તરત જ આ આવ્યું. આ હોવા છતાં, ભારતીય અર્થતંત્રે શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોજગારીની તકો વધી છે. તેથી, ભારતીય અર્થતંત્રની રોજગાર સર્જન ક્ષમતા માળખાકીય રીતે નબળી હોવાનું તારણ કાઢવું ??મુશ્કેલ છે. ભારતીયોની ઉચ્ચ અને વધતી આકાંક્ષાઓને પહોંચી વળવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની યાત્રા પૂર્ણ કરવા માટે ભારતને પહેલા કરતાં વધુ સમજૂતીની જરૂર છે. સર્વેમાં ખાનગી ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રોજગાર સર્જનથી લઈને જીડીપીના કદમાં વધારો કરવા માટે ખાનગી ક્ષેત્રે આગેવાની લેવી પડશે.
બજેટના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારત સૌથી ઝડપથી વિક્સતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકસિત ભારતના સરકારના સપનાનો મજબૂત પાયો હશે.સંસદના ચોમાસુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે સાવનનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે.