નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું

  • પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું.

નવીદિલ્હી,કોરોના રોગચાળા સામે લડવા માટે, વર્ષ ૨૦૨૦ માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ૫૩૫.૪૪ કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૪૯૪.૯૨ કરોડ અને ત્યારબાદ ૨૦૨૧-૨૨માં રૂ. ૪૦.૧૨ કરોડનું દાન કરવામાં આવ્યું હતું.

કોરોના રોગચાળા સામે લડવા માટે, વર્ષ ૨૦૨૦ માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ૫૩૫.૪૪ કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૪૯૪.૯૨ કરોડ અને ત્યારબાદ ૨૦૨૧-૨૨માં રૂ. ૪૦.૧૨ કરોડનું દાન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ સ્વૈચ્છિક દાનની વાત કરીએ તો વિદેશી દાનની જેમ તેમાં પણ વર્ષ ૨૦૨૦-૨૧માં ઘણો વધારો થયો હતો, પરંતુ તેના હેઠળ દાનમાં આપવામાં આવતી રકમમાં આવતા વર્ષે જ ઘટાડો થયો હતો. સ્વૈચ્છિક યોગદાન હેઠળ, વર્ષ ૨૦૨૧માં ૭૧૮૩.૭૭ કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં આ રકમ ઘટીને ૧,૮૯૬.૭૬ રૂપિયા થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ માર્ચ, ૨૦૨૦ના રોજ કોરોના રોગચાળાનો સામનો કરવા માટે લોકોના સહયોગ માટે પીએમ કેર ફંડની જાહેરાત કરી હતી. જોકે ત્યારથી તે વિવાદમાં આવી ગયો છે. ૧ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ એક આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં પીએમ કેર ફંડ સંબંધિત તમામ માહિતી માંગવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી કંપનીઓએ પણ આ ફંડમાં ઘણા પૈસા દાન કર્યા છે. માહિતી અનુસાર, સરકારી કંપનીઓએ આમાં ૨૯૦૦ કરોડથી વધુનું યોગદાન આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭ સરકારી કંપનીઓ દ્વારા ૨૯૧૩.૬ કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું, જે કુલ દાનના ૫૯.૩ ટકા હોવાનું કહેવાય છે.