રાજ્યમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર મળતા હોય છે. અમદાવાદના એસઓજી ક્રાઈમે ફરી વાર ડ્રગ્સ ઝડપ્યું છે. ગાંધીનગરના નાના ચિલોડા પાસેથી 3.16 લાખની કિંમતનો ડ્રગ્સ ઝડપાયુ છે.
નાના ચિલોડા પાસે 31.640 ગ્રામ MD સાથે એક મહિલા સહિત 4 લોકો ઝડપાયા છે. વિશાખા ઉર્ફે રિવોલ્વર રાની સહિત કાઝીમઅલી સૈયદ, શબ્બીરમીયા શેખ અને નઈમુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અઝહર શેખ નામનો આરોપી વોન્ટેડ છે. તો ગઈકાલે રાત્રે અમદાવાદમાં રામોલ પોલીસે પણ ડ્રગ્સ પકડ્યુ હતુ. રામોલ પોલીસ દ્વારા 37 લાખથી વધારે કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ પકડ્યુ છે. મુંબઈથી કાર મારફતે ડ્રગ્સની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં પોલીસે 1 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે.