બારડોલી, બારડોલી તાલુકાના અકોટી ગામે આશ્રમ ફળિયામાં રહેતા મોટાભાઈની પત્નીની બાજુમાં નાનાભાઈ સૂતેલો હોય. જે મોટાભાઈ જોઈ જતાં આડાસંબંધના વહેમમાં નાનાભાઈને કુહાડીના ઘા માથામાં મારતાં નાનાભાઈની હત્યા કરી હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં હત્યારો મોટોભાઈ પોલીસના હાથે ઝડપાય ગયો હતો.
અકોટી ગામે આશ્રમ ફળિયામાં રહેતા ભીખાભાઈ રણછોડભાઈ રાઠોડ (૬૦) જેઓ ૧૩મી જૂનના રોજ રાત્રીના ૮.૩૦ કલાકના સુમારે પોતાના નાનાભાઈવિજય રણછોડભાઈ રાઠોડ (૨૭)ના ઘરે ગયા હતાં. જ્યા ભીખાભાઈની પત્ની ગીતાબહેનની નજીક પોતાનો નાનો ભાઈ વિજયને સૂતેલો જોયો હતો. જેથી મોટાભાઈને પોતાની પત્ની સાથે નાનાભાઈના આડસંબંધનો વહેમ ગયો હતો. જેથી ભીખાભાઈએ વિજયભાઈને માથાના ભાગે કુહાડીના ઘા મારતાં વિજયભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોસઈ ડી. આર. વસાવાએ અલગ અલગ ટીમ બનાવી હત્યારા ભીખાને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન હત્યો ભીખો ગણતરીના કલાકોમાં શેરડીના ખેતરમાંથી પોલીસને હાથે લાગ્યો હતો. પોલીસે ભીખાની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.