નેમ-પ્લેટ વિવાદમાં શંકરાચાર્યએ યોગી સરકારને લગાવી ફટકાર

કાવડ યાત્રાને લઈને યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારના નિર્ણય પર જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ આકરો વાંધો વ્યક્ત કર્યો છે. પેટા ચૂંટણી પહેલા તેમણે આ નિયમ (જેની પર ભોજનાલય વિવાદ વિકસ્યો) ને લઈને કહ્યું કે આને અચાનકથી લાવવો જોઈએ ન હતો.

જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ કહ્યું, તમારે અચાનકથી આ પ્રકારનો નિયમ લાવવો જોઈતો નહતો. સરકારને સૂચન આપતાં તેમણે આગળ કહ્યું કે પહેલા કોઈ શિક્ષણનો વર્ગ ચલાવવો જોઈતો હતો. કાવડિયાને તાલીમ આપવી જોઈતી હતી. અવિમુક્તેશ્ર્વરાનંદના જણાવ્યા અનુસાર કાવડિયાને સમજાવવું જોઈતું હતું કે શા અનુસાર પવિત્રતાની જરૂર હોય છે પરંતુ તમે તો ડીજે વગાડી રહ્યાં છો. તમે તો તેમને નચાવી અને કૂદાવી રહ્યાં છો. આવી સ્થિતિમાં કાવડિયાને ધામક ભાવના કેવી રીતે આવશે. અમને એવું લાગે છે કે આ પ્રકારનો નિયમ બનાવવાથી વિદ્વેષ ફેલાશે.

શંકરાચાર્યએ કહ્યું, અમારા વિચાર પર ઘણાં બધા હિંદુ કહેશે કે અમે કેવી વાત કરી રહ્યાં છીએ પરંતુ જે હકીક્ત છે તે તો કહીશું. અમે કેવી રીતે કહી દઈએ કે આ યોગ્ય છે? તમે જ્યારે હિંદુ-મુસલમાનની ભાવના ઊભી કરશો તો લોકોમાં ભેદ આવી જશે. દરેક સમયે તેઓ બાબતોને હિંદુ-મુસલમાનની દ્રષ્ટિથી જોશે અને તેમાં કડવાશ આવશે અને ટક્કર પેદા થશે.

અવિમુક્તેશ્ર્વરાનંદે કહ્યું, આજે લોકો વિચારતાં જ નથી કે કોણે તેને અને કઈ ભાવનાથી બનાવ્યાં છે. પહેલા લોકો વિચાર કરતાં હતાં. સામાન્ય હિંદુ હવે એ વિચાર કરતાં નથી. લોકોને આ વિશે જાગૃતતા આપવામાં આવી નથી. તેથી આવું થઈ રહ્યું છે. તમારે આ માટે વાતાવરણ બનાવવું જરૂરી છે.

સૂચન આપતાં શંકરાચાર્યએ આગળ કહ્યું, નોટબંધીથી કેટલી મુશ્કેલી થઈ હતી. દરમિયાન કોઈ પણ બાબત અચાનક કરી દેવી ઠીક નથી. પહેલા વાતાવરણ બનાવવું જોઈતું હતું. સમજણ આપી દેવી જોઈતી હતી. શું સરકાર હિંદુઓને લંગર લગાવવા માટે પ્રભાવિત કરી શક્તી નથી. શું સરકારના કહેવા પર કાવડિયા માટે સમાજના લોકો આગળ આવતાં નથી.

સરકારના નિર્ણય પર સવાલ ઊભા કરતાં શંકરાચાર્યએ કહ્યું, જેમણે આ નિયમને અચાનક લાગુ કર્યો છે, ક્યાંકને ક્યાંક રાજકારણ તેમના મનમાં છે. જે તેની વ્યાખ્યા આ પ્રકારે કરી રહ્યાં છે. તે પણ તો રાજકારણ કરી રહ્યાં છે. વહેંચવાનું કામ બંને કરી રહ્યાં છે. સારી વ્યાખ્યા કરવા માટે વિપક્ષને આવવું જોઈએ. આવી સ્થિતિમાં સંભાળવું કોઈને નથી. સૌના મગજમાં ઝેર ઊભું કરવું છે. આ વહેંચો અને રાજ કરોની નીતિ છે.

ઉલ્લેખનીય છેકે યુપીએ શ્રાવણથી પહેલા એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે કાવડ યાત્રા માર્ગ પર ભોજનાલયોને માલિકોના નામ દર્શાવવા પડશે. પહેલા આ નિયમ મુઝફરનગર પોલીસ માટે હતો, જ્યારે બાદમાં પ્રદેશ સરકારે સમગ્ર રાજ્ય માટે લાગુ કરી દીધો.