ગાંધીનગર,
લઘુતમ તાપમાનના પ્રમાણમાં ગઈકાલની માફક આજે પણ સામાન્ય વધઘટ થવા પામી છે. કચ્છના નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન સાત ડિગ્રી હતું તે આજે ઘટીને ૫.૩ ડિગ્રી થઈ ગયું છે. નલિયા સિવાય સમગ્ર રાજ્યમાં બધે જ લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં આવી ગયો છે.
ભાવનગર દ્વારકા પોરબંદર રાજકોટ ભુજ સહિત રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાન નો પારો સામાન્યથી બે ડિગ્રી જેટલો ઉચ્ચે ચડ્યો છે. પરંતુ આમ છતાં ઠંડીની અનુભૂતિ થાય છે અને તેનું કારણ ઠારનું વધુ પ્રમાણ છે. આજે જૂનાગઢમાં ૭૦ રાજકોટમાં ૮૪ દ્વારકામાં ૭૪ ભુજમાં ૫૫ વેરાવળમાં ૬૦ અમદાવાદમાં ૬૫ વડોદરામાં ૭૮ અને સુરતમાં ૭૪% ભેજ નોંધાયો છે.
અમદાવાદમાં આજે ૧૩.૪ ગાંધીનગરમાં ૧૨.૮ વડોદરામાં ૧૪.૮ ભુજમાં ૧૨ ભાવનગરમાં ૧૭.૪ દ્વારકામાં ૧૬.૪ ઓખામાં ૧૮.૮ પોરબંદરમાં ૧૬.૫ જૂનાગઢમાં ૧૬.૩ ભવનાથ તળેટીમાં ૧૪.૩ ગિરનાર પર્વત પર ૧૧.૩ અને રાજકોટમાં ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
પવનની ગતિ આજે પ્રમાણમાં ઓછી રહેવા પામી છે. છેલ્લા બે દિવસથી ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરી દેવાયો હતો એ આજે ફરી શરૂ કરી દેવાયો છે.