બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં જમીયતપુરાની સીમમાં આશરે પાંચેક વર્ષથી મોર્યા એનવાયરો પ્રોજેકટ પ્રા.લિ.નામની ઝેરી કેમિકલ વેસ્ટ ડમ્પ કરવાની સાઈટ કાર્યરત છે. જે ડમ્પિંગ સાઈટમાં ઝેરી કેમિકલ વેસ્ટ ધન કચરો નાંખવામાં આવે છે. ઝેરી કેમિકલ વેસ્ટ ધન કચરાથી આસપાસના કુવાઓમાં લાલ કેમિકલવાળુ દુષિત પાણી આવ્યુ હતુ. જેના કારણે આજુબાજુના વિસ્તારોના ખેતરમાં દુષિત પાણીથી થતુ નુકસાન તેમજ આજુબાજુના વિસ્તારની પ્રજા તેમજ પશુ-પક્ષીના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલ ચેડાંને અટકાવવા માટે આજુબાજુના લોકો દ્વારા આ ઝેરી કેમિકલ વાળી ડમ્પિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. જેથી તા.2 જુન 20234ના હુકમ મુજબ દુર્ગંધયુકત કેમિકલવાળુ પાણી તેમજ દુર્ગંધની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્યના જોખમને અટકાવવા બાલાસિનોર પ્રાંત અધિકારીએ તા.13મે સુધી ડમ્પિંગ સાઈટ બંધ રાખવા હુકમ કર્યો હતો. ત્યારે તા.13 જુનના રોજ સુનાવણી દરમિયાન મોર્યા એન્વાયરો પ્રા.લિ.તરફથી કોઈ લેખિત જવાબ મળ્યો ન હતો. તેમજ આજુબાજુના કુવાઓમાં ઝેરી કેમિકલવાળુ દુર્ગંધયુકત પાણીની સમસ્યા યથાવત રહેતા બાલાસિનોર પ્રાંત અધિકારીએ 20 મે સુધી બંધનો હુકમ યથાવત રાખ્યો હતો. લાગતા વળગતા અને જીપીસીબી દ્વારા કાયમી ધોરણે આ ડમ્પિં સાઈટ બંધ કરવાના હુકમની જનતા રાહ જોઈ રહી હોવાનુ બોડેલીના સ્થાનિક સી.બી.ડાભીએ જણાવ્યુ હતુ.