સંજેલી,નાળ ફળીયા વર્ગ પીછોડા પ્રા.શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો અને સ્ટાફ દ્વારા 10 દિવસ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત સી.એચ.સી.સંજેલી અને પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. સી.એચ.સી.માં હાજર ડોક્ટર અને સ્ટાફ દ્વારા હોસ્પિટલને લગતી તમામ પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી. સંજેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ બાળકોને પોલીસ સ્ટેશનમાં કરવાની થતી કાર્યવાહી અને સાથે ઉપયોગમાં લેવામાં આવતા હથિયારોનો પરિચય આપવામાં આવ્યો હતો.