- કરોડોના માલિક નકુલ નાથ પાસે પોતાની કાર પણ નથી,
નવીદિલ્હી, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર અને છિંદવાડા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર નકુલ નાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. નકુલનાથે પોતાના નામાંકન પત્રમાં પોતાના વિશે આપેલી માહિતી મુજબ નકુલનાથ પાસે કુલ ૬૪૯ કરોડ ૫૧ લાખ ૯૬ હજાર ૧૭૪ રૂપિયાની જંગમ સંપત્તિ છે પરંતુ કરોડોના માલિક નકુલનાથ પાસે પોતાની કાર નથી. તેમની જાહેર કરેલી સંપત્તિમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને ઘણી કંપનીઓના બચતનો સમાવેશ થાય છે. તે જ સમયે, નકુલનાથની પત્ની પ્રિયનાથ પાસે ૧૯ કરોડ ૨૦ લાખ ૧૭ હજાર ૨૯૪ રૂપિયાની જંગમ સંપત્તિ છે. નકુલનાથના ૧૨ બેંક ખાતા છે જેમાંથી ૮ દેશમાં અને ૪ વિદેશમાં છે. વિદેશમાં ચાર બેંક ખાતા છે જે તમામ બહેરીનમાં છે જ્યારે તેમની પત્ની પ્રિયનાથના વિદેશમાં ૮ બેંક ખાતા છે જે બહેરીન, સિંગાપોર અને મલેશિયામાં છે.
નકુલનાથ પાસે દિલ્હીના પંચશીલ પાર્કમાં ૪૫ કરોડ ૧૫ લાખ રૂપિયાનો બંગલો છે અને છિંદવાડામાં ૨ કરોડ ૯૨ લાખ રૂપિયાની ખેતીની જમીન છે. તેમની પાસે ૨ કરોડ ૨ લાખ રૂપિયાની જ્વેલરી અને ૬ લાખ ૪૬ હજાર રૂપિયાની પેઇન્ટિંગ છે. જ્યારે તેમની પત્ની પ્રિયનાથ પાસે ૨ કરોડ ૭૫ લાખ રૂપિયાની જ્વેલરી છે.
નકુલનાથ સામે ઉભા રહેલા ભાજપના ઉમેદવાર વિવેક સાહુ બંટીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમના નામાંકનના સમર્થનમાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. મળતી માહિતી મુજબ બપોરે ૧૨.૪૫ કલાકે બંટીની નોમિનેશન રેલીમાં મુખ્યમંત્રી મોહન યાદવની સાથે બીજેપીના પ્રદેશ અયક્ષ વિષ્ણુદત્ત શર્મા, શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ પટેલ પણ હાજર રહેશે. નકુલ નાથને હરાવવા માટે ભાજપે વિવેક સાહુ બંટીને મેદાનમાં ઉતાર્યા છે, જેનો ત્યાંના સામાન્ય લોકોમાં ઊંડો પ્રભાવ છે.