નક્સલવાદીઓને ફંડ મળતું હતું, આ માટે એનઆઇએએ દરોડા પાડ્યા

લખનૌ, ઉત્તર પ્રદેશમાં, એનઆઈએ સીપીઆઈ (માઓવાદી) કેસના સંબંધમાં એક સાથે ૮ સ્થળોએ દરોડા પાડ્યા છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ જગ્યાઓથી નક્સલવાદીઓને ફંડ મળતું હતું, આ માટે એનઆઇએ એ દરોડા પાડ્યા છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, આઝમગઢ અને દેવરિયા જિલ્લામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા ચાલુ છે. એનઆઇએને ટીમને ઈનપુટ મળ્યા હતા કે યુવાનોને ફસાવીને નક્સલવાદીઓને ફંડ આપવામાં આવે છે. આ ઇનપુટના આધારે એનઆઇએએ દરોડા પાડયા છે

સીપીઆઈ (માઓવાદી) કેસના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, આઝમગઢ અને દેવરિયા જિલ્લામાં આઠ સ્થળોએ દરોડા પાડી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર સતત લગામ ખેંચી રહેલી તપાસ એજન્સીઓ મથી રહી છે અને સફળ પણ થઇ રહી છે. મોદી સરકારે ૩૧ માર્ચ, ૨૦૧૯ પહેલા ઓછામાં ઓછા ૨૦ જિલ્લાઓને નક્સલ મુક્ત કરવાનું લક્ષ્ય બનાવ્યું હતુ. ગૃહ મંત્રાલયે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશના ૨૦ જિલ્લાની ઓળખ કરી હતી જેને નક્સલવાદ મુક્ત કરવાના છે.

સરકારની યોજના છે કે જો નક્સલવાદી સંગઠનોની ફંડિગ રોકી દેવામાં આવે તો તેનાથી તેમની કમર તૂટી જશે. તેના માટે સરકાર એક ડગલુ આગળ વધી છે. નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં એનઆઇએનું નક્સલવાદી ફંડિંગ પર કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.