નકસલવાદી હુમલામાં બીજાપુરમાં 22 જવાન શહીદ, 31 જવાન ઘાયલ

સુકમા બીજાપુર નક્સલવાદી હુમલામાં સુરક્ષા દળના 22 જવાનો શહીદ થયા છે. આ વિશે એસપી કમલોચન કશ્યપે માહિતી આપી છે.

છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.

  • બીજાપુરમાં સેના અને નક્સલીયો વચ્ચે અથડામણ
  • મોટી અથડામણમાં કુલ 22 જવાન શહીદ
  • 1 જવાન હજુ પણ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં થયેલા નક્સલી હુમલામાં વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. DG DM અવસ્થીએ આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 1 જવાન લાપતા છે. કુલ 31 જવાન ઇજાગ્રસ્ત છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે.