છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં સરકારને ૪ કરોડથી વધારેનો ચુનો લગાવનાર આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ ત્રણેય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યારસુધી ૩થી વધારેની ધરપકડ કરવામાં આવી છે. જો કે આરોપી પાસેથી અનેક માહિતી જાણવા મળી હતી.
મહત્વનું છે કે પોલીસે ૨૭ બેન્ક ખાતામાં રહેલા આસરે ૩ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા, આ ઉપરાંત અલગ અલગ ૭૦ બેન્ક ખાતા પણ ફ્રીઝ કર્યા હતા. મુખ્ય આરોપી સહિત બાકીના ૩ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.