ગોવાહાટી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તમને જણાવી દઈએ કે, અમિત શાહેર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ ૩૭૦ ખતમ કરવા માટે કર્યો, કોરોના સામે લડવા માટે કર્યો, અંગ્રેજોના કાયદા બદલીને ભારતીય પદ્ધતિથી કાનુન લાગવ્યા અને ત્રિપલ તલાકને ખતમ કર્યું. આ બાદ કોર્ડના આદેશ બાદ રામ મંદિર બનાવવા માટે અમારી સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અફવાઓ ફેલાવીને લોકોને ભ્રમ ફેલાવવા માંગ છે. ભારતીય જનતા પાર્ટીએ એસસી એસટી અને ઓબીસી માટે હંમેશા અનામતનું સમર્થન કર્યું છે અને તેમને અનામતના સંરક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વાત નરેન્દ્ર મોદી અનેક વાર બોલ્યા છે. એસસી એસટી અને ઓબીસીના આરક્ષણને લઈને ડેટા દાખલ કર્યો હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.
પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સૌપ્રથમ કોંગ્રેસે સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપી, તેના કારણે ઓબીસીનું અનામત કાપી નાખ્યું. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા આરક્ષિત કરી દેવામાં આવ્યો, તેના કારણે ઓબીસીના અનામતમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને ખતમ કરવા અને એસસી, એસટી અને ઓબીસીને ન્યાય આપવા માટે કામ કરીશું.
આ સાથે કોંગ્રેસ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, તેમની હતાશા અને નિરાશા એટલી હદે પહોંચી ગઈ છે કે તેમણે મારા અને ભાજપના કેટલાક નેતાઓના નકલી વીડિયો બનાવીને જાહેરમાં ફોરવર્ડ કર્યા છે. સદભાગ્યે, મેં જે કહ્યું તેનો રેકોર્ડ હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાનૂ સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચે લાવવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોક્સભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.