નકલી કચેરી કૌભાડમાં મુખ્ય સુત્રધાર અબુબકર તેના ભાઇએ સીંગવડ તાલુકાના બે વ્યક્તિના નામે બેંક ખાતુ ખોલાવી 45 લાખની લેવડ-દેવડ મામલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ.

  • છોટાઉદેપુર નકલી કચેરીનો રેલો દાહોદ જિલ્લામાં આવ્યાં.
  • બે વ્યક્તિઓના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસર રીતે બંન્ને બંન્ને એકાઉન્ટોમાંથી કુલ રૂા.45,08,502.
  • કૌંભાંડમાં પોલીસે કુલ 11 આરોપીઓની એક પછી એક અટકાયત.

દાહોદ,છોટાઉદેપુર નકલી કચેરીનો રેલો દાહોદ જિલ્લામાં આવ્યાં બાદ એક પછી એક સરકારી કર્મચારીઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે આ બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં આ આરોપીઓમાંથી મુખ્ય સુત્રધાર ગણતો અબુબકર ઝાકીરઅલી સૈયદ થતા તેનો ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદનાઓએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સીંગવડ તાલુકાના જાલીયાપાડા ગામે રહેતાં બે વ્યક્તિઓના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસર રીતે બંન્ને બંન્ને એકાઉન્ટોમાંથી કુલ રૂા.45,08,502 (પીસતાલીસ લાખ આઠ હજાર પાંચસો બે)ની માતબર રકમ ગેરકાયદેસર રીતે મેળવી સરકારી નાણાંની લેવડ દેવડ કરી બંન્ને વ્યક્તિઓના બેન્ક ખાતાઓનો ખોટો ઉપયોગ કરતાં આ મામલે રણધીકપુર પોલીસ મથકે વ્યક્તિએ ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ કોંભાંડમાં વધુ તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડ દાહોદ જિલ્લા પહોંચ્યાં બાદ દાહોદ પ્રાયોજના કચેરીના તત્કાલિન સમયના વહીવટદાર બી.ડી. નિનામા, દાહોદ જિલ્લા પંચાયત નાની સિંચાઈના કાર્યપાલક ઈજનેર ઈશ્ર્વર કોલચા, અબુબકરનો ભાઈ ઐજાઝહુસેન ઝાકીરઅલી સૈયદ, તેનો ભાણેજ ર્ડા.સૈફ અલી સૈયદ સહિત ગતરોજ વધુ પાંચ આરોપીઓ જેમાં બી.ડી. નિનામાનો પીએ મયુર પ્રકાશ પરમાર તેમજ તેની સાથેના દાહોદ પ્રાયોજના કચેરીમાં જે તે સમયે કરાર આધારિત કર્મચારીઓ પોખરાજમલ બાબુભાઈ રોઝ, પ્રદીપ ભીમાભાઈ મોરી, ગીરીશ દલાભાઈ પટેલ તેમજ સતીષ અશોકભાઈ પટેલની અટકાયત કરી અત્યાર સુધી આ કૌંભાંડમાં પોલીસે કુલ 11 આરોપીઓની એક પછી એક અટકાયત કરી તપાસ તેમજ પુછપરછનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો છે ત્યારે આ કૌંભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાંતાં દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં આ નકલી કચેરી કૌંભાંડથી ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સીંગવડ તાલુકાના જાલીયાપાડા ગામે નિચવાસ ફળિયામાં રહેતાં ચંપકભાઈ કાન્તીભાઈ ભુરીયાએ રણધીકપુર પોલીસ મથકે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, અબુબકર ઝાકીરઅલી સૈયદ તથા તેનો ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદે આજથી આશરે એકાદ વર્ષ પહેલા ચંપકભાઈ તથા તેમની સાથેના ભુરીયા મેહુલભાઈ મણીલાલ એમ બંન્ને મોબાઈલ ફોનથી સંપર્ક કરી વડોદરા ઈલોરાપાર્ક ઓફિસે બોલાવ્યાં હતાં તે સમયે ચંપકભાઈ તથા મેહુલભાઈના એમ બંન્ને વ્યક્તિઓને વિશ્ર્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડ, પાનકાર્ડ તથા ફોટાઓ લઈ બંન્નેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી હતી અને તમારા બંન્નેનું બેન્ક એકાઉન્ટ ખોલવુ પડશે, તેમ કહી સરજુમી ગામે આવેલ કોટક બેન્કમાં ચંપકભાઈ તથા મેહુલભાઈના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં. આ બાદ બંન્ને બેન્ક એકાઉન્ટની પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ તમારા ઘરે આવી જશે, તેમ કહી લાલચ આપી વિશ્ર્વાસમાં લઈ અબુબકર તથા તેના ભાઈ એજાઝહુસેને પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ મેળવી પુર્વ આયોજીત કાવતરા મુજબ છેતરપીંડી કરી ચંપકભાઈ તથા મેહુલભાઈની જાણ બહાર તેઓના ખોલવામાં આવેલ બંન્ને બેન્ક એકાઉન્ટમાંથી રૂા. 23,40,781 તથા રૂા.21,67,721 એમ કુલ રૂા.45,08,502 ના રકમ ગેરકાયદેસર મેળવેલ સરકારી નાણાંની લેવડ દેવડ કરી બેન્ક ખાતાઓનો ખોટો ઉપયોગ કરતાં આ સંબંધે ચંપકભાઈ કાન્તીભાઈ ભુરીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.