નવીદિલ્હી, અમદાવાદમાં મેડિસિન ખરીદતા પહેલા સાવધાન રહેજો. ફૂડ એંડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે મોટા પ્રમાણમાં નકલી દવાનો જથ્થો પકડ્યો. ડિપાર્ટમેન્ટના એક અધિકારીના જણાવ્યા મુજબ પકડવામાં આવેલ નકલી દવાનું મોટાપાયે એન્ટીબાયોટિક દવા તરીકે વેચાણ થઈ રહ્યું હતું. આ મામલે વધુ જણાવતા કહ્યું કે એન્ટિબાયોટિક દવામાં ચોકપાવડરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું.
ફૂડ એંડ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે ૧૭થી ૧૮ લાખ જેટલો નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો. જેના બાદ દવાની તપાસ કરતા એન્ટી બાયોટિક દવામાં ચોક પાઉડર નીકળ્યો. એટલે કે તથાકથિત તત્વો દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એન્ટિબાયોટિક દવાના નામે ચોક પાઉડરનું વેચાણ કરતી હતી. નકલી દવાનો આ કારોબાર અમદાવાદના ખાડિયાના વાડાપોળમાં કરાતો હતો. એન્ટી બાયોટિક દવા તરીકે વેચાણ કરાતી નકલી દવાના કુલ ૯૯ બોક્ષ મળી આવ્યા. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે દવા વેચતા તત્વોની પોલીસે અટકાયત કરી.
આ મામલાની વાત કરીએ તો તપાસમાં સામે આવ્યું કે જુદા જુદા શહેરોમાં મેડીકલ સ્ટોર્સમાં બીલ વગર આ દવા સપ્લાય કરાતી હતી. જેને પગલે અમદાવાદ સહિત નડિયાદ, સુરત, રાજકોટમાં પણ રેડ પાડવામાં આવી. જ્યારે અમદાવાદમાં સરખેજ અને દાણીલીમડા તેમજ શંકાશીલ સ્થાનો પર તપાસ હાથ ધરાઈ છે. નકલી એન્ટીબાયોટિક દવાના કૌભાંડમાં ખિમારામ સોદારામ, ઇસનપુરના અરુણસિંહ અમેરા, વિપુલ દેગડા અને નવરંગપુરના દર્શનકુમાર પ્રવિણચંદ્ર નામની વ્યક્તિઓ સામેલ છે. કૌભાડમાં સામેલ આ આરોપીઓ બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે ડોકટરોને બનાવટી દવાનો જથ્થો પહોંચાડતા હતા.
નકલી દવાના કૌભાંડમાં કુલ ૧૦.૫૦ લાખનો બનાવટી દવાનો જથ્થો ઝડપાયો છે. કૌભાંડમાં સામેલ આરોપીઓ બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે ડોકટરોને બનાવટી દવાનો જથ્થો પહોંચાડતા હતા.