પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક ઓઈલ ટેક્ધર ટ્રક સાથે અથડાઈ હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો અને આ અકસ્માતમાં લગભગ ૪૮ લોકોના મોત થયા હતા. સાથે જ ૫૦ જેટલા પશુઓ જીવતા બળી ગયા હતા.
નાઈજર સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર જનરલ અબ્દુલ્લાહી બાબા-અરબના જણાવ્યા અનુસાર ટ્રક ઉત્તર-મય નાઈજર રાજ્યના અગાઈ પ્રદેશમાં પશુઓ લઈને જઈ રહી હતી ત્યારે તે ઓઈલ ટેક્ધર સાથે અથડાઈ હતી અને વિસ્ફોટ બાદ લગભગ ૫૦ પશુઓ જીવતા બળી ગયા હતા. તેમણે કહ્યું કે અકસ્માત સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
બાબા-અરબે શરૂઆતમાં પુષ્ટિ કરી હતી કે ઘટનાસ્થળેથી ૩૦ મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ પછીના નિવેદનમાં તેઓએ માહિતી આપી હતી કે ૧૮ વધુ મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોને સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે.અકસ્માત બાદ લોકોમાં વધી રહેલા ગુસ્સાને જોઈને નાઈજર રાજ્યના ગવર્નર મોહમ્મદ બાગોએ અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને શાંત રહેવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રોડ યુઝર્સે હંમેશા સતર્ક રહેવું જોઈએ અને જાન-માલની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે નાઈજીરિયામાં માલસામાનના પરિવહન માટે સક્ષમ રેલવે સિસ્ટમ નથી, જેના કારણે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં જીવલેણ ટ્રક અકસ્માતો સામાન્ય છે. નાઇજીરીયાના ફેડરલ રોડ સેટી કોર્પ્સના જણાવ્યા અનુસાર, એકલા ૨૦૨૦માં ૧૫૩૧ ગેસોલિન ટેક્ધર અકસ્માતો થયા હતા, જેમાં ૫૩૫ લોકોના મોત થયા હતા અને ૧૧૪૨ લોકો ઘાયલ થયા હતા.