નૈૠત્યના ચોમાસાની ચાલુ સિઝનમાં જૂન અને જુલાઈના પ્રથમ બે મહિના ધમાકેદાર રહ્યા પછી ઓગસ્ટ માસના પ્રારંભથી ચોમાસાનું વરસાદનું જોર ઘટું છે અને અત્યારે તો દેશના મોટાભાગના રાજ્યો માં વરસાદ થંભી ગયો હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફનો પશ્ર્ચિમી છેડો હિમાલયન તળેટીમાં પહોંચી ગયો છે.અત્યારે આ ટ્રફ લાઈન ગોરખપુર,મુઝફરપુર, માલદા થઈને હિમાલયન તળેટી સુધી લંબાયું છે. મોનસુન ટ્રફનો પશ્ર્ચિમી છેડો હિમાલયન તળેટીમાં પહોંચી જતા ચોમાસાને બ્રેક લાગી છે અને પૂર્વતર રાજ્યો સિવાય દેશના અન્ય કોઈ રાજ્યો માં ખાસ નોંધપાત્ર વરસાદ નથી. હિમાલયન તળેટીમાંથી પશ્ર્ચિમી ટ્રફનો છેડો ત્રણ ચાર દિવસ સુધી ત્યાં રહેશે અને ત્યાર પછી વાતાવરણ બદલાશે તેવું હવામાન ખાતાના જાણકારો કહે છે.
અત્યારે નોર્થ ઈસ્ટના રાજ્યો જેવા કે આસામ અણાચલ મેઘાલય મણીપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નોર્થ વેસ્ટના રાજ્યોની વાત કરીએ તો ઉતરાખડં અને વેસ્ટ ઉત્તર પ્રદેશમાં હળવોથી મધ્યમાં વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કયારે પૂર્વમાં પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ બિહાર અને ઝારખંડમાં વરસાદની આગાહી છે. જુલાઈમાં ભારતના મોટાભાગના રાજ્યો માં રગં દેખાડનાર ચોમાસુ હવે થોડું શાંત થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી એ આવા સંકેતો આપ્યા છે. રવિવારે, વિભાગે માહિતી આપી છે કે દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું નબળા તબક્કામાં પ્રવેશ્યું છે.
આવી સ્થિતિમાં, મધ્ય અને દ્રીપકલ્પીય ભારતમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થવાની ધારણા છે. જો કે, આગામી ૪-૫ દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ હિમાલયન પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરપૂર્વમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાના , ’ચોમાસું હવે નબળા તબક્કામાં પ્રવેશ્યું છે. આપણે સમગ્ર જુલાઈ દરમિયાન ચોમાસાનો સક્રિય તબક્કો જોયો હવે સક્રિય તબક્કા પછી, અઠવાડિયાનો તબક્કો અપેક્ષિત છે. ઓછામાં ઓછા એક સાહ સુધી દ્રીપકલ્પ અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ પડશે. હિમાલયની તળેટી અને પૂર્વેાત્તર રાજ્યોમાં વરસાદ પડશે. બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઝારખડં અને ઉત્તર પ્રદેશના ભાગો જેવા વરસાદની અછતવાળા રાજ્યોમાં વરસાદની અપેક્ષા રાખીએ છીએ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૪-૫ દિવસ સુધી ભારતમાં મધ્ય અને દ્રીપકલ્પમાં વરસાદમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાનશાસ્ત્રી અને પૂર્વ સચિવ એમ રાજીવને ટીટ કયુ, કે ’ચોમાસાના વિરામનો તબક્કો હવે શસ્ત્ર થઈ ગયો છે, જે ૨ અઠવાડિયા સુધી ચાલી શકે છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડશે અને સમગ્ર દેશમાં હવામાન શુષ્ક રહેશે. સક્રિય તબક્કા બાદ હવે વિરામનો તબક્કો આવી ગયો છે.ચોમાસાની નબળી સ્થિતિ ઓછામાં ઓછી ૨૦ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેણે તેને અલ નીનોની અસર ગણાવી છે ઓગસ્ટમાં અલ નીનો વધુ મજબૂત બની શકે છે, જેના કારણે ચોમાસાનો વરસાદ નબળો પડી શકે છે. જો કે, અલ નીનોની સ્થિતિ હજુ પણ પ્રવર્તી રહી છે, જે આવતા વર્ષ સુધી ચાલી શકે છે.