નેહરુ સિગારેટ પીતા હતા, ગાંધીજીનો દીકરો પણ નશો કરતો હતો: કેન્દ્રીય મંત્રીનો વીડિયો વાયરલ થયો

ભરતપુર,

પંડિત જવાહર લાલ નેહરુ અને મહાત્મા ગાંધીને લઈને કેન્દ્રીય મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, નેહરુ નશો કરતા હતા. રાજસ્થાનના ભરતપુરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે કહ્યુ કે, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ નશો કરતા હતા. એટલું જ નહીં તેમણે તો મહાત્મા ગાંધીજીના દીકરાને લઈને પણ આવો દાવો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈને તેનો વીડિયો જાહેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોર કહે છે કે, જવાહર લાલ નહેરુજી નશો કરતા હતા, સિગરેટ પીતા હતા અને મહાત્મા ગાંધીનો એક દીકરો નશો કરતો હતો. જો આપ વાંચશો તો ખબર પડશે. આવી રીતે નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો. અમારી અપીલ છે કે, નશાને લઈને થનારા દરેક નુક્સાનને લઈને લોકોમાં જેટલો ડર ઊભો થશે, જે રીતે ઝેરની દુકાન હોતી નથી, તેવી જ રીતે નશાની પણ દુકાન બંધ થવી જોઈએ.

હકીક્તમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર મોટા ભાગે નશા વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમના ટ્વિટર હૈંડલ પર નજર કરશો, તો ખબર પડશે કે, તેઓ હંમેશા લોકોને નશા વિરુદ્ધ જાગૃક કરતા રહે છે. હાલમાં દિવસોમાં કૌશલ કિશરે ટ્વિટર કરીને લોકોને નશો છોડવાની અપીલ કરી હતી. કૌશલ કિશોરે ટ્વિટ કર્યું હતું કે, હું ખુદ સાંસદ છું, મારી પત્ની ધારાસભ્ય હોવા છતાં પણ મારા દીકરાની જિંદગી નશાથી બચાવી શક્યા નહીં, પણ હું ઈચ્છુ છું કે, હવે કોઈ પણ મા અને પિતા પોતાના બાળકોને નશાના કારણે ખોવે નહીં. નશાના કારણે કેટલીય મહિલા વિધવા ન થાય, કોઈ બાળક નશાના કારણે પિતા વગરના ન થાય.