નવીદિલ્હી
કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી બદલ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે આ મામલે રાજ્યસભાના ચેરમેનને પત્ર લખ્યો છે. વેણુગોપાલે પત્રમાં પીએમ મોદીના એ નિવેદનનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે નહેરુ સરનેમ રાખવામાં કેવી શરમ છે.

કે.સી.વેણુગોપાલે રાજ્યસભાના ચેરમેનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે હું ૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવના જવાબ દરમિયાન સંસદ સભ્યો પર વિચાર કરવા માટે રાજ્યસભામાં પ્રક્રિયા અને કાર્ય સંચાલનના નિયમ ૧૮૮ હેઠળ ભારતના વડાપ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવું છું. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે પીએમ મોદીની ટિપ્પણી ઉપહાસ બનાવનારી અને અપમાનજનક હતી. તે નહેરુ પરિવારના સભ્યો ખાસ કરીને ઈન્દિરા ગાંધી માટે અપમાનજનક અને માનહાનિકારક હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ લોક્સભાના સભ્યો છે.
વેણુગોપાલે પત્રમાં કહ્યું કે વડાપ્રધાને મોશન ઓફ થેંક્સ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે મને ખૂબ જ આશ્ર્ચર્ય થાય છે કે ચાલો ભાઈ નહેરુજીનું નામ અમારાથી ક્યારેક છૂટી જતું હશે અને છૂટી જતું હોય તો અમે તેને સુધારી પણ લઈશું કેમ કે તે દેશના પ્રથમ વડાપ્રધાન હતા પણ મને એ સમજાતું નથી કે તેમની પેઢીની કોઈપણ વ્યક્તિ નહેરુજીની સરનેમ રાખવાથી કેમ ડરે છે? તેમાં શરમની વાત શું છે? શું તમને આટલી મહાન વ્યક્તિ સ્વીકાર્ય નથી, પરિવારને સ્વીકાર્ય નથી.