દાહોદ, ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ નગરાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 21 જૂનના રોજ યોગ દિવસ નિમિત્તે ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલ ના તમામ કોલેજના વિદ્યાર્થીઓએ તથા કર્મચારી ભાઈ-બહેનોએ યોગ દિવસના નિમિત્તે આજની સુપ્રભાતે સૂર્યનમસ્કાર તથા યોગના જુદા જુદા આસનો કરી પોતાનું શરીર સ્વાસ્થ્ય કાયમ માટે ઉર્જાવાન રહે તેવા શુભઆશયથી દરરોજ યોગ કરવાનો સંકલ્પ લઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ યોગ કાર્યક્રમને આવકાર્યો હતો. યોગ ક્રિયાનું સંચાલન શિક્ષક ફુલસિંગભાઈ તથા મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.